શોધખોળ કરો

Banaskantha Accident : PMના કાર્યક્રમના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી કાર અને ઇક્કો વચ્ચે અકસ્માત, એકનું મોત

થરાદમાં પીએમના કાર્યક્રમના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી ગાડી અને ઇક્કો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇક્કોમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે.

Banaskantha : થરાદ -ડીસા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. થરાદમાં પીએમના કાર્યક્રમના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી ગાડી અને ઇક્કો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇક્કોમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, તો મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ છે. હાઇ વે પર અકસ્માત સર્જાતાં એક કિલોમીટર સુધી બંને બાજુ વાહનોની કતારો લાગી છે. 

બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના આગમનને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 31 તારીખે થરાદ ખાતે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપશે. પી.એમ મોદી થરાદ ખાતેથી બનાસકાંઠાની વિવિધ યોજના 8000 કરોડથી વધુના કાર્યોના ખાતર્મુહત અને  લોકપર્ણ કરશે. 31મીએ પ્રધાનમંત્રીના આગમનને લઈ કાર્યક્રમ સ્થળે  અપાઇ રહ્યો છે આખરી ઓપ.

Gujarat Election 2022 : 1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડેઃ કેજરીવાલ

Gujarat Election 2022 :  દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને નવસારીમાં જનસભાને સંબોધી હતી. કેજરીવાલે ઇન્કલાબ જીંદાબાદના નારા લગાવડાવી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એક એજન્સી છે આઈબી. આઈબી ગુજરાતમાં ફરી અને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહે છે, ખુશ ખબરી કેન્દ્રની ખુફિયા એજન્સીનો રિપોર્ટ. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.  90, 92, 93 બેઠક આવશે. બધા ભેગા મળીને જોરદાર ધક્કો મારો, કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટે.

તેમણે કહ્યું કે, સરકાર બનશે એટલે અમે લોકો ભ્રષ્ટાચાર બંધ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાત સરકારને જનતા અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષ રૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા. મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને પણ  નહીં ચાલશે. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યારબાદ સરકારી કચેરીમાં  પૈસા નહિ આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે. 
1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ,1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઘરે કોઈ બીમાર હશે તો એનો ઈલાજના પૈસા પણ સરકાર આપશે.

આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલા રૂપિયા ઘરખર્ચ બચશેની ગણતરી. વીજ બિલ 3000, સ્કુલ ફી 3000, શાળામાં સ્ટેશનરી, યુનિફોર્મ 6000, આરોગ્ય મફત 6000 રૂપિયા બચશે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. બધાની ઇચ્છા છે, જવાની પણ રૂપિયા નથી. એક એક ગુજરાતીને મફતમાં રામ લલ્લાના દર્શન કરાવીને લાવીશ.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, બાળકોના સારૂ શિક્ષણ વૃદ્ધોની સારી સારવાર , યુવાન જે પોતાની ડીગ્રી અનુસાર રોજગાર મળે એની આશાએ ચીખલી માં પહોંચ્યા છે. ભારતની રાજનીતિની દશા અને દિશા બદલવા રાજકારણમાં ઉતરેલા કેજરીવાલ. ચોખલીની જનતા આં વખતે વિકપ આવી ગયો છે જેની વાત દેશ નહીં પરંતુ દુનિયામાં થાય છે. MCDવાલી શાળા સારી નથી. ટ્રમ્પના પત્ની આવ્યા હતાં ત્યારે કેજરીવાલને ફોન કરી શાળાની ચાવી માંગી હતી. આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે. 

મતદાન યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ જેથી ગરીબી જશે. પંજાબમાં સરકાર બન્યા બાદ ઘણા બધા કામો થઈ ગયા. આપ લોકોને નોકરી મળવા માંડી. પંજાબમાં 7 મહિનામાં ઘણા કામો થયા, નિયત હોય તો ઘણા કામો થાય, 20 હજાર નોકરી આપી. પેપર નથી ફૂટતા, રીશ્વત નથી ચાલતી, ભલામણ નથી ચાલતી, એના ઉપર શંકા કરીએ છે, પારદર્શિતાની સરકાર ચાલે છે. બેનર ફાળી નાંખે છે, રેલી માટે જગ્યા નથી આપતા પણ આતો દરિયો છે, જનતાનો દરિયો છે, એને કોણ રોકી શકશે. 117 માંથી 92 બેઠક પંજાબ મેળવી. અમે રિશ્વતખોરી બંધ કરી છે પંજાબમાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget