શોધખોળ કરો

Tharad : મોડી રાત્રે માતા-પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, લોહીલૂહાણ હાલતમાં લાશો મળતા ખળભળાટ

માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. જોકે, કોણે હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા કરાતાં ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામની રાત્રે ચકચારી ઘટના બની છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

જોકે, કોણે હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા કરાતાં ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે.

Banakantha : પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલની યુવતી સાથેની અંગતપળોની તસવીરો થઈ ગઈ વાયરલ ને પછી તો....

પાલનપુરઃ જિલ્લાની એક પ્રાથમિક શાળાના પ્રિન્સિપલની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. તસવીરો વાયરલ થતાં શિક્ષણ વિભાગે પ્રિન્સિપલને સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે અશ્લીલ ફોટો વાયરલ થયેલા આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા. 

ગઈ કાલે સ્કૂલના આચાર્યની યુવતી સાથેની અશ્લીલ તસવીરો વાયરલ થતાં આ મામલો ટોક ઓ ધ ટાઉન બન્યો હતો. બીજી તરફ આ અશ્લીલ તસવીરોને પગલે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષણ વિભાગના ધ્યાન આ વાત આવતાં તપાસ કરી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, સવારથી જ સોશિયલ મીડિયામાં ફોટા મળ્યા એની અમે ખરાઇ તાલુકા શિક્ષણ અધિકારી મારફતે કરાવતા વામી પ્રાથમિક શાળાના આચાર્યના ફોટા હોવાનું સામે આવ્યું હતું.  ફોટા જોતા અમે તપાસની કામગીરી શરૂ કરેલ છે. સાથે જ અમે તાત્કાલિક અસરથી આ શિક્ષકને ફરજ મોકૂફ કરીએ છીએ.

Ahmedabad : મોડી રાતે પ્રેમિકા સાથે એકાંત માણવા ઘરે આવ્યો પ્રેમી ને પતિ જોઇ ગયો, ને પછી તો

અમદાવાદઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં 3-3 હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. શહેરના રામોલ વિસ્તારમાં યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના મોતને પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતી તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી હતી. યુવતીના પતિને કારખાનમાં કામ બાબતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આ પછી તે યુવતીના ઘરે આવતો હતો. જેને કારણે પરિણીતા અને પતિના મિત્રને પ્રેમ થઈ ગયો હતો. 

એક માસ અગાઉ પરિણીતા ધાબા પર સૂતી હતી, ત્યારે મોડી રાતે તેનો પ્રેમી મળવા આવ્યો હતો. આ જ સમયે તેનો પતિ આવી જતાં બંનેને જોઇ ગયો હતો. જેને કારણે હોબાળો થઈ ગયો હતો અને પતિએ સાસરીવાળાને બોલાવીને આ અંગે જાણ કરતાં પરિણીતાએ માફી માંગી લીધી હતી અને હવે પછી આવું નહીં થાય તેમ જણાવ્યું હતું. 

જોકે, ગઈ કાલે બપોરે પતિ અને તેના સાસુ બહાર ગયા હતા, ત્યારે તેનો પ્રેમી આવી ગયો હતો. તેમજ તેણે ઘરને અંદરથી લોક કરી દીધું હતું અને નાનીની હાજરીમાં પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો. આથી નાની વચ્ચે પડી હતી. જોકે, તેમને ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હતા. 

આ પછી પ્રેમીએ છરીથી પ્રેમિકા પર હુમલો કરી દીધો હતો. શરીર પર છરીના ઉપરા-ઉપરી ઘા કરતાં પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી પ્રેમીએ જાતે પોતાના ઘળા અને પેટમાં છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો થતાં પાડોશીએ પરિણીતાના પતિને ફોન કરતાં તેઓ આવી ગયા હતા. આ પછી આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget