શોધખોળ કરો
મહેસાણાઃ દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને જ બૂટલેગર અને તેના સાથીદારોએ ધોઇ નાંખી, જાણો વિગતે
મહેસાણામાં દારુના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમને બુટલેગરના સાગરિતોએ ધોઇ નાંખી, મોબાઇલ, કેશ-એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા
મહેસાણાઃ મહેસાણામાં ગઇરાત્રે ફિલ્મ જેવી ઘટના સામે આવી છે, કટોસણ નજીક દારુના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમને માર ખાવા પડ્યો છે. બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર અને તેના સાગરિતોએ તલવારો અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસ ટીમ માર મારીને આરોપીએ ફરાર થઇ ગયા હતા.
પોલીસે આ ઘટનામાં ટોળામાંથી 6 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 19 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લાનના જોટાણા તાલુકાના કટોસણ ગામે કેનાલ પાસે દારૂના ગુનામાં ફરતા આરોપીઓ હાજર હોવાની બાતમી મળતાં જ પોલીસ ટીમ એક્શનમાં આવી હતી. સાંથલ પીએસઆઇ વી.એન. રાઠોડ અને સ્ટાફ મંગળવારે રાત્રે 2 વાગ્યે પકડવા ગયા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી આરોપીઓ તેમના ઘરે ગયા હોવાની જાણ થતાં પોલીસે કરણસિંહ કનુભા ઝાલાને તેના ઘરેથી દબોચ્યો હતો. જોકે, તેણે કરેલી બૂમાબૂમ સાંભળી સ્થાનિકો તલવારો અને લાકડીઓ લઇ પોલીસ સામે ઘસી આવ્યા હતા.
ઝડપેલા કરણસિંહને જીપમાં બેસાડી પોલીસ રવાના થાય તે પહેલાં જ ટોળાએ તેમના પર હુમલો કરી કરણસિંહને ભગાડી ગયા હતા. ટોળાએ પોલીસ પાસેથી મોબાઇલ, રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા હતા. હુમલામાં પીએસઆઇ વી.એન. રાઠોડ,પો.કો.જગદીશ વિરસંગભાઇ અને ચેતન જુજારજીને ઇજા થતાં બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરી તમામને સારવાર માટે જોટાણા પીએચસી લઇ જવાયા હતા. પીએસઆઇ વી.એન.રાઠોડે સાંથલ પોલીસ સ્ટેશનમાં 19 વ્યક્તિઓ સામે નામજોગ અને 25ના ટોળા સામે કલમ 307, 395, 397, 332, 337, 224 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement