શોધખોળ કરો

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકમાં ભરતીનો વિવાદ સામે આવ્યો, જાણો વધુ વિગતો

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક મા ભરતીનો વિવાદ સામે આવ્યો છે.   બેંકમાં નોકરીની ભરતીમાં મળતીયાઓની ભરતી કરી હોવાની લેખિત ફરિયાદ થતા  વિવાદ ઉભો થયો છે.

મહેસાણા:  મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક મા ભરતીનો વિવાદ સામે આવ્યો છે.   બેંકમાં નોકરીની ભરતીમાં મળતીયાઓની ભરતી કરી હોવાની લેખિત ફરિયાદ થતા  વિવાદ ઉભો થયો છે.  આરોપ છે કે બેંક કર્મચારીઓની 111 કર્મીઓની ભરતીની જાહેરાતમાં બેંકનો ઉલ્લેખ નથી.  ભરતી માટે બનાવેલી વેબસાઈટ પણ બંધ છે. આ સાથે જ ભરતીનું લીસ્ટ જાહેર કરવા માં આવ્યું નથી. ભરતીમાં બેંક સાથે જોડાયેલા નજીકના સગાઓની ભરતી કર્યા હોવાનો આક્ષેપ થયો છે.  

અમૃતભાઈ પટેલ નામના વ્યક્તિએ જિલ્લા રજિસ્ટ્રારને  લેખિત ફરિયાદ કરી છે.  ભરતીમાં સગાવાદ અને લાગવગ  થઇ હોવાનું કહ્યું છે  જોકે આ મુદ્દે બેંકના અધિકારીઓને પૂછવામાં આવતા તેવો કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી.

ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ગ્રંથપાલની 2000 કરતા વધુ જગ્યા ખાલી

રાજ્ય સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત’ અભિયાન  ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સ્કૂલો  અને કોલેજોમાં ગ્રંથપાલની નિમણૂંક કરવામાં આવી નથી. જેને કારણે સમગ્ર અભિયાન મૃતપ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું  છે. ત્યારે તેને જીવંત બનાવવાની તાતી જરૂરિયાત છે. હાલમાં રાજયની સ્કૂલ-કોલેજોમાં 2  હજાર કરતા વધુ ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે.

15 વર્ષથી નથી થઇ ગ્રંથપાલની ભરતી 
સમાજ ઘડતરમાં પુસ્તકનો અમુલ્ય ફાળો છે. અને તે માટે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં જાય તે પણ ખુબ જરૂરી છે, પરંતુ રાજ્યની પરિસ્થિતી એવી છે કે ગ્રાન્ટેડ સ્કૂલો અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં બે હજારથી વધુની જગ્યાઓ પર લાયબ્રેરીયનની નિમણુંક છેલ્લા 15 વર્ષોથી કરવામાં  નથી આવી.

ગ્રાન્ટેડ સ્કૂલોમાં  1664 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી
ગુજરાત માધ્યમિક બોર્ડે કાયદો પસાર કર્યો છે કે જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.11 અને 12માં 100 વિદ્યાર્થીઓ હોય અને 3 હજારથી વધુ પુસ્તકો હોય તો તે સ્કૂલને ગ્રંથપાલ મળવાપાત્ર છે. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં  2009 બાદ ભરતી કરવામાં આવી નથી.  રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં  1664 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે.
 
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સમાન સ્થિતિ
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો  જ નહી પરંતુ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાયમી ગ્રંથપાલ અને ટેકનીશિયનની જગ્યાઓ ખાલી છે, અને હાલમા હંગામી લાયબ્રેરિયનથી કામ ચલાવવામાં  આવી રહ્યું છે. 

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં શું થયું? 
સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરવામા આવે તો સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા બે બે વાર જાહેરાત આપવા છતા પણ ન તો ઉમેદવારોની સ્ક્રુટીની કરવામાં આવી કે ભરતી કરવામાં આવી. આને કારણે અનેક બીલીફ અને એમલીફ પાસ થયેલા ઉમેદવારો બેકાર બન્યા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget