શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો હાહાકારઃ એક જ દિવસમાં નોંધાયા 20 કેસ, જાણો વિગત
મહેસાણા તાલુકા અને શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. મહેસાણામાં પ્રથમવાર એક સાથે 20 કેસ નોંધાયા છે.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે મહેસાણા તાલુકા અને શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. મહેસાણામાં પ્રથમવાર એક સાથે 20 કેસ નોંધાયા છે. મહેસાણા તાલુકામાં કુલ 143 કેસ થયા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના કુલ 426 કેસ થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત-45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6,જૂનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion