શોધખોળ કરો
Advertisement
પાલનપુરનો યુવક ફેસબુક મારફતે પરિચયમાં આવેલી અમદાવાદની 33 વર્ષની યુવતીના ઘરે જઈને બાંધતો શારીરિક સંબંધ, પછી....
રાઠોડે યુવતી સાથે ફેસબુક પર ચેટીંગ કરીને નિકટતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી હતીએ પછી રાઠોડ યુવતીના અમદાવાદ ખાતેના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમયથી બંને યુવતીના ઘરમાં જ શરીર સુખ માણતાં હતાં.
પાલનપુરઃ પાલનપુરમાં રહેતાં યુવકે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે ફેસબુક (Facebook) પર મિત્રતા કેળવી તેના ઘરે જઈને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ યુવતીને તેના પતિએ છોડી દીધી છે. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની પણ વાત કરી હતી પણ પછી લગ્નનો ઈન્કાર કરીને ધમકી આપતાં યુવતીએ યુવક સામે બળાત્કારની ફરીયાદ પાલનપુર પશ્વિમ પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં મધુવન સોસાયટીમાં રહેતાં કુલદીપસિંહ અંબાસિંહ રાઠોડ નામના યુવકે અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષની ત્યકતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી. રાઠોડે યુવતી સાથે ફેસબુક પર ચેટીંગ કરીને નિકટતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી હતીએ પછી રાઠોડ યુવતીના અમદાવાદ ખાતેના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમયથી બંને યુવતીના ઘરમાં જ શરીર સુખ માણતાં હતાં.
લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધનારા અને શરીર સુખ માણનાર રાઠોડને યુવતીએ લગ્નની વાત કરતાં રાઠોડે તેનેને બીજે પધરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીને પોતે ફસાઈ ગઈ હોવાનો અહેસાસ થતાં પાલનપુર પશ્વિમ પોલીસ મથકે કુલદીપસિંહ રાઠોડ સામે ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement