શોધખોળ કરો

Mehsana: દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં કર્યો મોટો વધારો

મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી છે. તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી છે. તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. દૂધસાગર ડેરીએ છેલ્લા ત્રેવીસ મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને લાભ થશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે.

ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય  કર્યો છે.  પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે.

સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે,  આ નિર્ણય  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવાયો છે.

શું ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવામાં આવશે? જાણો આરોગ્યમંત્રીએ શું આપ્યું નિવેદન

ચીનમાં કોરોનાએ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે, કારણ કે બે વર્ષ પહેલા ચીનમાંથી જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગઈકાલે પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો આજે ગુજરાતમાં પણ  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.

કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર છે તે બધી સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક બાદ આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધુ ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ કહ્યું છે.

નવા વેરીએંટના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. હર્ડઈમ્યુનીટી અને રસીકરણથી લડવા સક્ષમ છીએ. નિષ્ણાંતો પાસેથી મત લેવામાં આવ્યો કે રાજ્ય સરકારે શું કરવું જોઈે. એરપોર્ટ પર ફ્લાઇટની સીટ મુજબ 2 ટકા ટેસ્ટિંગ કરવું જોઈએ. એરપોર્ટ પર થર્મલ ચેકીંગ શરૂ કરવું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના ગયો છે તેવું સમજીને વેક્સિન નથી લીધી તેએ હવે લઈ લે. આગામી સમયમાં સરકાર ફરીથી વેક્સિન ડ્રાઇવ શરૂ કરશે. આ ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈ યોજાશે. 27મી ડિસેમ્બરે મોક ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકડ્રીલ યોજવામાં આવશે. નવો વેરીઅન્ટ એકમાંથી 16 લોકો સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget