Ganesh Visarjan : સાબરકાંઠામાં ડૂબી જતા 3ના મોત, છોટાઉદેપુરમાં એકનું મોત
આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
સાબરકાંઠાઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કેટલીક દુઃખદ ઘટનાઓ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે પાણીમાં ડૂબી જતા ત્રણના મોત નીપજ્યા હતા.
ખેડબ્રહ્મા પંથકમાં બે અને પ્રાંતિજ પંથકમાં એકનું ડૂબી જવાને લઈ મોત થયું હતું. ખેડબ્રહ્માના આગિયા અને જગમેર કમ્પામાં ડૂબી જતા બેના મોત થયા હતા. પ્રાંતિજના વાઘપુરના યુવાનનું સાબરમતી નદીમાં ડૂબી જતા મોત. ખેડબ્રહ્મા અને પ્રાંતિજ ફાયર વિભાગ દ્વારા શોધ ખોર કરાઈ હતી.
છોટાઉદેપુરઃ ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી. નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલઃ ગત 6 સપ્ટેમ્બરે પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ગઈકાલે પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોધરા તાલુકાનાં અંબાલી ગામનો યુવક તળાવમાં ડૂબ્યો હતો. કલાકોની શોધખોળ બાદ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 40 વર્ષીય મહેન્દ્ર બારીયા નામનો યુવક તળાવમાં મૂર્તિ વિસર્જન કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે હાલ તો તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સુરત :- ભાગળ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પા ની શાહી સવારી. બેન્ડ બાજા સાથે ગણપતિ ની સવારી નીકળી. યુવાનોએ ડાન્સ કરી બાપ્પાને વિદાય આપી. વહેલી સવારે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લાવનાર મંડળોને સન્માનિત કરાયા. સુરત શહેરમાં વહેલું વિસર્જન હાથ ધરવા અપીલ.
અમદાવાદઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન. ગણેશમૂર્તિના વિસર્જનને લઈને રિવરફ્રન્ટ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશને બનાવ્યા વિસર્જન કુંડ. બપોરથી DJ ના તાલ સાથે અમદાવાદીઓ મોટાપાયે કરશે ગણેશ મૂર્તિઓનું વિસર્જન.
Surendranagar : ચોટીલા પૂનમ ભરવા જઈ રહેલા પદયાત્રીને વાહને અડફેટે લેતા મોત, અરવલ્લીથી નીકળ્યો છે સંઘ
સુરેન્દ્રનગરઃ લીંબડી - રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત નિપજ્યું છે. છાલીયા તળાવ પાસે પુરપાટ ઝડપે જતાં પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલીને ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો.
અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીથી અંદાજે ૩૦ વ્યક્તિનો સંઘ ચાલીને ચોટીલા જઈ રહ્યો હતો.