શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના ભાજપના કયા દિગ્ગજ નેતાનું કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન? કાર્યકરોમાં શોકનો માહોલ

સાંતલપુરના ભાજપના જિલ્લા પૂર્વ પ્રમુખ અને કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ રાજગોરનું નિધન થયું છે. રતભાઈ કોરોના સંક્રમિત થતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

પાટણઃ ઉત્તર ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થતાં કાર્યકરો અને બ્રહ્મ સમાજમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. સાંતલપુરના ભાજપના જિલ્લા પૂર્વ પ્રમુખ અને કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ રાજગોરનું નિધન થયું છે. 

ભરતભાઈ કોરોના સંક્રમિત થતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એક મહિનાની સારવાર બાદ  હોસ્પિટલમાં નિધન થયું છે. પાટણ જિલ્લા ભાજપ અને બ્રહ્મ સમાજમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જેની સામે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 118 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,63,133 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 6 ,  મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6,  જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4,  પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3,  ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2,  ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1,  અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોત સાથે કુલ 118 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.  

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790,  વડોદરા કોર્પોરેશન 598,  મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334,   જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198,  પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91,  અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા હતા.   

રાજ્યના 8 મહાનગરો અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયું

રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને  આજે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.