શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ડીસાઃ 'રમેશ મારી જોડે પૈસા નથી', આ એક વાક્યના આધારે જ પોલીસે કેવી રીતે ઉકેલી નાંખ્યો બિઝનેસમેનની હત્યા-લૂંટનો કેસ?
આ લૂંટ અને હત્યાનો કેસ ઉકેલવા માટે કોલ ડિટેલ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. સંજયભાઈને છેલ્લો ફોન સંપતભાઈ નામના વેપારીનો આવ્યો હતો. જેમાં વાતચીત દરમિયાન સંજયભાઈ બીજા કોઈને રમેશ મારી જોડે પૈસા નથી, એવું કહેતા સંભળાયું હતું.
ડીસાઃ ચાર દિવસ પહેલા ડીસાના દાડમના વેપારીની લૂંટ કરી હત્યા કરવાના ગુનોનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. તેમજ આ ગુનામાં બે હત્યારાઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. ડીસાના દાડમના વેપારીની હત્યા કર્યા પછી હાથ બાંધેલી હાલતમાં થરાદ પાસેની કેનાલમાંથી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો હતો. વેપારી ગત સોમવારે 41 લાખ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા પછી ગઈ કાલે થરાદની કેનાલમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતાં આ લાશ ડીસાની શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી સંતોષભાઇ ઉર્ફે સંજયભાઇ પરમાર (માળી)ની હોવાનું સામે આવ્યું હતું.
આ હત્યા બે વેપારીઓએ જ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દાડમની સાથે ખરીદી કરતા રમેશ નાનજી ચૌધરી અને કિરણ ઠાકોરે સાથે મળી લૂંટ કરી હત્યા કરી હતી. પોલીસે બંને હત્યારાઓ સહિત રોકડ સહિત શિફ્ટ કાર જપ્ત કરી છે. આ લૂંટ અને હત્યાનો કેસ ઉકેલવા માટે કોલ ડિટેલ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. સંજયભાઈને છેલ્લો ફોન સંપતભાઈ નામના વેપારીનો આવ્યો હતો. જેમાં વાતચીત દરમિયાન સંજયભાઈ બીજા કોઈને રમેશ મારી જોડે પૈસા નથી, એવું કહેતા સંભળાયું હતું. આ દિશામાં પોલીસે તપાસ કરતાં સમગ્ર લૂંટ અને હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયો છે.
તસવીરઃ દાડમની સાથે ખરીદી કરતા રમેશ નાનજી ચૌધરી અને કિરણ ઠાકોરે સાથે મળી લૂંટ કરી હત્યા કરી હતી. પોલીસે બંને હત્યારાઓ સહિત રોકડ સહિત શિફ્ટ કાર જપ્ત કરી છે.
ગત 21 ડિસેમ્બરે સંજયભાઇ દિયોદર તરફ દાડમ ખરીદવા માટે નીકળ્યા ત્યારે રમેશભાઇ સાથે હતા. જોકે, રમેશ ચૌધરીએ અગાઉથી પ્લાન પ્રમાણે કિરણ ઠાકોરને સાથે લીધો હતો. દરમિયાન રાતના સાડા આઠે તેઓ કાર લઇને રવેલ રામપુરા તરફ જતા હતા. આ સમયે ફોન આવતાં સંજયભાઈએ કાર ઊભી રાખી હતી અને તેઓ વાત કરી રહ્યા હતા, ત્યારે જ ગળે ટુંપો આપીને તેમની હત્યા કરી નાંખી હતી. તેમજ નોખા-વડીયા ગામ વચ્ચે નર્મદા કેનાલમાં લાશ ફેંકી દીધી હતી. આ પચી હત્યારા કાર રાધનપુર મુકી આવ્યા હતા. તેમજ પરત ફરતી વખતે વેપારીનો મોબાઇલ ફેંકી રોકડ રકમનો થેલો રમેશભાઇના દાડમના ખેતર વચ્ચે ખાડો ખોદી દાટી દીધો હતો.
બંને હત્યારાઓ વેપારીની કાર રાધનપુર મુકી આવ્યા હતા. પરંતુ આ સમયે તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસે તેના ફૂટેજ, ફોન કોલ્સની સી.ડી.આર., ફિંગર પ્રિન્ટ, FSLની મદદથી ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. વેપારી સંજયભાઈ દાડમના નાણા ચૂકવવા માટે સોમવારે સવારે થરાદના ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણા ચૂકવવા માટે ઘરેથી રૂપિયા 30 લાખ અને બેંકમાંથી રૂપિયા 11 લાખ મૂળી કુલ 41 લાખ રૂપિયા સાથે પોતાની સ્વિફ્ટ કારમાં ઘરેથી નીકળ્યા હતા. તેમજ રાત્રે ઘરે આવી જવાનું જણાવ્યું હતું.
જોકે, સોમવારે મોડી રાત્ર સુધી તેમનો કોઈ સંપર્ક ન થતાં તેઓ મંગળવાર સવારે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એમની હત્યા કરાયેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ થતાં તેઓ થરાદ હોસ્પિટલ દોડી ગયા હતા.
સંજયભાઈના પત્ની ચાંદનીબેને સોમવારે રાત્રે લગભ સાડા નવ વાગ્યે વાત કરી હતી. જેમાં વેપારીની બાજુમાં બેઠેલા માણસો હિન્દીમાં વાત કરતા હતા. આ પછી મોડી રાત્ર સુધી સંજયભાઈ ઘરે ન આવતાં પરિવારજનોએ દાડમની લે વેચનો વેપાર કરતા લાખણી તાલુકાના જડીયાલી ગામના નાનજી અણદાજી ચૌધરી સાથે મોબાઈલમાં વાત કરી હતી. તેમણે વેપારી સંજયભાઈ રાત્રે દસ વાગ્યે દિયોદર હતા એમ જણાવ્યું હતું.
લૂંટારુઓએ સંજયભાઈ પાસેથી 41 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. તેમજ હાથ બાંધીને લાશ કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી તેમની કાર મળી આવી નથી. જેથી લૂંટારા કાર અને પૈસા લઈને ભાગી ગયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. વેપારીના ભાઈ સેવકરામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion