શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના કયા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન માટે વેપારીઓ ન થયા સંમત? શું લેવાયો નિર્ણય?

ખેરાલુ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવા ચર્ચા કરવામાં આવી છે. ખેરાલુના વેપારીઓની મીટીંગમાં  બજારો ૯થી ૧૨  ખૂલ્લા  રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેરાલુના વેપારીઓએ ધારાસભ્ય સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેરાલુ શહેરમાં સોમવારે સવારે ૯ થી ૧૨ તમામ બજારો ખુલશે.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોના (Corona)નું સંક્રમણ વધતા અનેક શહેર-ગામોમાં સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવવામાં આવી રહ્યું છે. વેપારીઓ પણ સામેથી બંધ રાખી રહ્યા છે. તેમજ કેટલાક શહેરોમાં લોકડાઉન લંબાવવામાં પણ આવ્યું છે. જોકે, મહેસાણા (mehsana) જિલ્લાના ખેરાલુમાં વેપારીઓએ સંપૂર્ણ બંધ સામમે વિરોધ નોંધાવ્યો હતો.    

વધી રહેલાં કોરોના કેસ વચ્ચે ખેરાલુ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યની હાજરીમાં વેપારીઓની મીટીંગ મળી હતી. ખેરાલુ (Kheralu) શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવા ચર્ચા કરવામાં આવી છે. ખેરાલુના વેપારીઓની મીટીંગમાં  બજારો ૯થી ૧૨  ખૂલ્લા  રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેરાલુના વેપારીઓએ ધારાસભ્ય સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેરાલુ શહેરમાં સોમવારે સવારે ૯ થી ૧૨ તમામ બજારો ખુલશે.

ખેરાલુમાં સવારે ૬થી૯ દૂધ અને પાલૅર પણ  ખોલી શકાશે. ખેરાલુ શહેરના વેપારીઓ સંપૂર્ણ બંધ રાખવામાં સંમત ન થયા. ખેરાલુ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત ચેરમેનો હાજર રહ્યા હતા. ખેરાલુના  વેપારીઓએ અડધા દીવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. 

આ ઉપરાંત વિસનગરમાં  સ્વૈચ્છિક બંધ 9 મે સુધી લંબાવાયુ છે. સંક્રમિત દર્દીઓના કેસોની તેમજ મૃત્યુની સંખ્યામાં વધારો થતા નિર્ણય લેવાયો છે. વિસનગર શહેરમાં 9 મે સુધી તમામ વેપાર ધંધા બંધ રહેશે. પાલિકા,વેપારી એસોસીએશનો તેમજ વહીવટી તંત્રના સામુહિક નિર્ણયથી 9 મે સુધી સ્વૈચ્છિક બંધ જાહેર કરાયું હતું. દવાની  દુકાનો તથા મેડિકલ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. દૂધની દુકાનો સવારે બે કલાક અને સાંજે બે કલાક ચાલુ રહેશે. કરિયાણાની દુકાનો બપોરે 12થી 3 સુધીમાં ફક્ત આ હોમ ડિલેવરી આપી શકશે. હોટેલ ઉદ્યોગ સાંજના ૭ થી ૯ વાગ્યા સુધી પાસલ સુવિધા આપી શકશે. વિસનગર વેપારી મહામંડળની હરિહર સેવા મંડળમાં મીટીંગમાં નિર્ણય લેવાયો છે. 

ગુજરાતમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં ઘટાડો થવાની સાથે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં  સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે રાજ્યમાં વધુ 11 હજાર 146 દર્દીઓએ જીતી કોરોના સામેની જંગ જીતી છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3 હજાર 510 દર્દીઓ રિકવર થયા છે. તો સુરતમાં 2 હજાર 316 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. રાજકોટ શહેરમાં 684,વડોદરા શહેરમાં 345,જામનગર શહેરમાં 329, ભાવનગર શહેરમાં 180, જૂનાગઢ શહેરમાં 100 અને ગાંધીનગર શહેરમાં 106 દર્દીઓ થયા કોરોનામુક્ત રાજ્યમાં કોરોના સંક્રમણમુક્ત થનારા દર્દીની સંખ્યા વધતા રિકવરી રેટ પણ વધી 74.05 ટકા પર પહોંચી ગયો છે.

રવિવારે 18થી 44 વર્ષના સુધીના 25 હજાર 712 લોકોને રસીનો પ્રથમ ડૉઝ અપાયો હતો. આ સાથે 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષની ઉંમરના 32 હજાર 333 લોકોને રસીનો પ્રથમ ડૉઝ અપાયો છે. જ્યારે 57 હજાર 495 લોકોને રસીનો બીજો ડૉઝ અપાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 કરોડ 24 લાખ 31 હજાર 368 લોકોને અપાઈ ચૂકી છે રસી.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818   પર પહોંચ્યો છે. જેમાંથી 722  લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9,   મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 7, સુરત 4,  જામનગર-6,  બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0,  પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6,  જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0,  ભરૂચ 6,  દેવભૂમિ દ્વારકા 2,   બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494,   મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523,  ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401,  જામનગર કોર્પોરેશન- 398,  સુરત 389,  જામનગર-309,  બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174,   પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147,  જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53,  ભરૂચ 44,  દેવભૂમિ દ્વારકા 30,   બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
Embed widget