મહેસાણા: કાજલ મહેરિયાએ પોતાના પર થયેલા હુમલાની ઘટના વર્ણવી, કહ્યું - મારાં કપડાં ફાડી નાખ્યાં
કાજલ મહેરિયા ઉપર અગાઉના મનદુઃખને લઈ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે આ મામલે કાજલ મહેરિયાએ નિવેદન આપ્યું છે.
પાટણના ધારપુરમાં યોજાયેલા ડીજે પ્રોગ્રામમાં લોક ગાયિકા કાજલ મહેરિયા પર પાંચ ઈસમોએ હુમલો કર્યો હતો. ધારપુરમાં ડેરી પાસે બનેલી આ હુમલાની ઘટનામાં કાજલ મહેરિયા ઉપર અગાઉના મનદુઃખને લઈ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે આ મામલે કાજલ મહેરિયાએ નિવેદન આપ્યું છે.
કાજલ મહેરિયાએ હુમલા વિશે જાણકારી આપતાં કહ્યું કે, "મારા પર પાંચ લોકોએ લાકડી વડે હૂમલો કર્યો હતો. હુમલો કરનાર ઈસમો મારી પાસે અવાર-નવાર પૈસા ની માંગણી કરતા હતા. ત્યાર બાદ હવે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે હુમલો કરાયે ત્યારે મારાં કપડાં પણ ફાડવામાં આવ્યાં હતાં અને મારી ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતા." કાજલ મહેરિયાએ આગળ જણાવ્યું કે, "જો એક લોકગાયક છોકરીના કપડાં જાહેરમા ફાડવામાં આવે તો આ લોકો સામાન્ય માણસોને શું ના કરે?"
કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે કરવામાં આવ્યો હુમલો. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની નોધાવી પોલીસ ફરિયાદ. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો. પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી.