શોધખોળ કરો

Gujarat election 2022: કોંગ્રેસની સભામાં આખલો ઘૂસ્યો, અશોક ગેહલોતે કહ્યું, લોકોને ડરાવવા ભાજપે કાવતરું રહ્યું

Gujarat assembly election 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહેસાણામાં સભા સંબોધી હતી. આ અવસરે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat assembly election 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહેસાણામાં સભા સંબોધી હતી. આ અવસરે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે બીજેપીને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠા અને પાટણની તમામ બેઠકો કોંગ્રેસ જીતે છે. મહેસાણાની તમામ બેઠકો જીતવા જનતાના આશીર્વાદ જોઈએ છે. દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તેમની ટીકા ના થવી જોઈએ એવી માનસિકતાથી પીડાય છે. અહંકાર તો રાજા રાવણનોય નહોતો ટક્યો. ભાજપે પોતાના જ નેતાઓને સામાજીક રીતે ખતમ કર્યા છે.

તો બીજી તરફ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે,  કોંગ્રેસ જનતાને પૂછીને ઘોષણાપત્ર જાહેર કરે છે.  સરકાર બનશે તો મેનિફેસ્ટો પ્રમાણે જ સરકાર કામ કરશે. ગેસના બાટલા, સ્વાસ્થ્ય સેવાઓ, ખેડૂતની દેવા માફી, કોરોનાના મૃતકોને સહાય સહિતના તમામ વચનો કોંગ્રેસ પૂરા કરશે. આ ઉપરાંત કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા સભામાં દોડાદોડ મચી ગઈ હતી. અશોક ગેહલોતે તેમાં પણ બીજેપીની ફિરકી લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સભામાં ભાજપ આખલા છુટ્ટા મૂકે છે. લોકોને ડરાવે છે, પણ કોંગ્રેસની સરકાર બનશે.

તો આ અવસરે સબંધોન કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપની આદત છે શાંતિ ભંગ કરવાની. શાંતિ ભંગ કરનારાથી આપણે ડરવાનું નથી, જવાબ આપવાનો છે. રાજનીતિ અને લોકશાહીમાં પાર્ટીઓ તો આવતી જતી રહે છે. મહેસાણાના લોકો સ્વનિર્ભર બનીને જીવે છે. સરકારનું કોઈ યોગદાન નથી. ભાજપમાં "હું" પણું છે, જેમાં પોતે કઈ કર્યું નથી પણ મેં કર્યું એવું જાહેરાતો કરે છે. કોંગ્રેસે ડેરીઓને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષકોની ભરતી નથી થતી. 28000 શિક્ષકોની ભરતી બાકી છે. 43 ટકા યુવાધન બેરોજગાર છે. એમને નોકરી કેમ નથી મળતી. નોકરી છે પણ લોકોને મળતી નથી.

ભાજપ કહે છે ડબલ એન્જિન સરકાર, પણ છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા. ડબલ એન્જિનમાં એક એન્જિન તો ખોરવાયું છે. કોંગ્રેસને મત આપો. સક્ષમ તટસ્થ સરકાર આપીશું. ભાજપે એક પણ સરકારી મેડિકલ કોલેજ બનાવી નથી. તમામ ચીજોનું ખાનગીકરણ થયું છે. 20000  ક્લાસરૂમ નથી બન્યા. શિક્ષણના આ હાલ છે. જો મોદીજીના કહેવા પ્રમાણે કોંગ્રેસ અને વિપક્ષ એમને બે કિલો ગાળો દે છે તો મોદી કોંગ્રેસને અને વિપક્ષને 4 ક્વિન્ટલ ગાળો દે છે. ભાજપ ડરની રાજનીતિ કરે છે પણ સંવિધાન ઘણું મજબૂત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget