શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ યુવતી પ્રેમી સાથે ખેતરમાં રંગરેલિયા મનાવતી હતી ને છ વર્ષનો દીકરો જોઈ ગયો, પુત્રે કોને કરી વાત ? પછી શું થયું ?
માતા અને પ્રેમીને ખેતરમાં રંગરેલિયાં મનાવતાં જોઈ ગયેલા દીકરાએ 12 દિવસ પછી ઘરે આઅવેલા પિતાને કહ્યું હતું કે, મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા.
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં માતાને પ્રેમી સાથે મજા માણતાં જોઈ ગયેલા 6 વર્ષના પુત્રની પ્રેમીએ હત્યા કરી નાંખી છે. યુવતીનો પતિ બહાર હતો ત્યારે યુવતી પ્રેમી સાથે ખેતરમાં રંગરેલિયાં મનાવતી હતી. માતા અને પ્રેમીને ખેતરમાં રંગરેલિયાં મનાવતાં જોઈ ગયેલા દીકરાએ 12 દિવસ પછી ઘરે આઅવેલા પિતાને કહ્યું હતું કે, મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. પતિ આ અંગે પત્નિને કંઈ કહે તે પહેલાં તો પ્રેમીએ પોતાનમો ભાંડો ફૂટવાના ડરે બાળકની હત્યા કરી નાંખી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં રહેતા લલિત શકરાજી ઠાકોર વેલ્ડીંગ કામ કરે છે. શનિવારે બપોરે તેમના ઘર આગળ રમી રહેલા તેમનો 6 વર્ષીય પુત્ર જગદીશ એકાએક ગૂમ થઈ ગયો હતો. શોધખોળ બાદ બાળકની લાશ અર્ધનગ્ન હાલતમાં બાલસાસણ તરફ જવાના માર્ગેથી મળી આવી હતી.
ગામના જ સંજય ગોપાળજી ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે, ઈકો ગાડીમાં અજાણ્યા શખસો બાળકનું અપહરણ કરી ગયા એ તેણે જોયું હતું. જો કે બાળકના પિતા લલિતજી ઠાકોરે ફરિયાદમાં દાવો કર્યો હતો કે, તેમનો દીકરો જગદીશ પોતાની પત્નિ અને સંજયને રંરગેલિયાં મનાવતાં જોઈ ગયો હતો. બાળક પોતાની માતા અને તેના પ્રેમી સંજયને ગામની સીમમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. 12 દિવસ ખંભાત રોકાઈને ઘરે પરત ફરેલા લલિતજીને બે દિવસ પહેલાં દિકરા જગદીશે કહ્યું હતું કે, ગામના ચરામાં મારી મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. આ સાંભળી લલિત ઠાકોર ચોંકી ઉઠય હતો પણ પત્નિસાથે આ અંગે ચર્ચા કરે તે પહેલાં જ દીકરાનું અપહરણ થતાં પત્નિ સાથે વાત નહોતી થઈ.
પોલીસે સંજયને કડક રીતે પૂછતાં તેણે જગદીશ આ વાત ઘરમાં કહી દેશે તેવા ડરથી તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. સંજય ઠાકોર જગદીશને ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો અને તેના મોંઢા પર લાત માર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement