Mehsana: ગામમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો તો ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ, જાણો
કડી તાલુકાના લક્ષ્મણપુરામાં અરજણ ભા ફાર્મ પાસે ડી પી તૂટી ગુય હતુ, અને આ કારણે ત્યાંથી વીજ પુરવઠો બંધ કરાયો હતો.
Mehsana: મહેસાણાના કડીમાંથી એક મારામારીની ઘટના સામે આવી છે. કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામમાં ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્માચારી સાથે મારામારી કરી હતી, અને બાદમાં કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ હતુ.
માહિતી પ્રમાણે કડી તાલુકાના લક્ષ્મણપુરામાં અરજણ ભા ફાર્મ પાસે ડી પી તૂટી ગુય હતુ, અને આ કારણે ત્યાંથી વીજ પુરવઠો બંધ કરાયો હતો. વીજ પુરવઠો બંધ કરતાં એક કલ્યાણભાઇ રબારી નામનો શખ્સ ગુસ્સે ભરાયો હતો અને તેને બબાલ શરૂ કરી દીધી હતી. તેને વીજ કર્મચારી પર વીજ પુરવઠો કેમ બંધ કર્યો છે એમ કહીને વીજ કંપનીના કર્મચારીને લાકડીથી માર માર્યો હતો. પીડિત કર્મચારીનું નામ પટેલ હરેશકુમાર બળદેવભાઈ છે, મારામારી એટલી વધી ગઇ કે વીજ કર્મચારી હરેશકુમારનું જડબુ તોડી નાખવામાં આવ્યુ હતુ. હાલમાં રબારી કલ્યાણભાઈ અરજણભાઈ નામના શખ્સ સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Mehsana: જીલ્લા ભાજપનું માળખું થયું જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
Mehsana News: મહેસાણા ભાજપ જીલ્લાનું માળખું જાહેર થયું છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જીલ્લા પ્રભારી કૌશલ્યાકુંવરબા પરમાર, કનુભાઈ પટેલ સાથે સંકલન કરી જીલ્લા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.
ઉપપ્રમુખની યાદી
- નિલેષભાઈ પટેલ, ઉંઝા શહેર
- ભીખાભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા
- સંજયભાઈ જી પટેલ, મહેસાણા તાલુકા
- મુકેશભાઈ જી મહેતા, સતલાસણા તાલુકા
- ભરતભાઈ પટેલ (મેડીકલ), વિજાપુર તાલુકા
- જશીબેન જે મકવાણા, મહેસાણા તાલુકા
- ચંદ્રિકાબેન જી પટેલ, જોટાણા તાલુકા
- ભરતભાઈ બી પટેલ, કડી તાલુકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે. કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.