Mehsana: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ACBએ ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર કેસ?
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઇને મોટા સમાચાર આવ્યા છે
Mehsana: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ACBએ ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઇને મોટા સમાચાર આવ્યા છે. મહેસાણા એસીબીએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. મોડી રાત્રે એસીબીએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફર થયાનો આરોપ છે. વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે.
વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરીની ધરપકડની વિધાનસભા ચૂંટણી પર અસર થાય તેવી શક્યતા છે. વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન હતા. અગાઉ પણ એકવાર વિપુલ ચૌધરીની ધરપકડ થઇ હતી.
Gujarat Rain: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગામી, નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે
Gujarat Rain: હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારે વરસાદ. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે. હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. અનુમાન છે કે, ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ
સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જામનગરમાં જામજોધપુર, કાલાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સવારથી જ વરસાદી માહોલ છે. તિરૂપતિ સોસાયટી, આઝાદ ચોક, મિનિબસ સ્ટેન્ડ, સુભાષ ચોક, લીમડા ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
તો કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ, ઉમરાળા,શિસાંગ સહિત અનેક ગ્રામ્યવિસ્તારો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બે કલાકમાં અંદાજીત બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.