શોધખોળ કરો

Meshana : યુવતી સાથે યુવકે વારંવાર માણ્યું શરીરસુખ ને ઉતાર્યો વીડિયો, લગ્ન પછી પણ પ્રેમિકાને સંબંધ માટે પાડી ફરજ તો.....

યુવતીને ત્રણ વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં મહેસાણા તાલુકાના યુવક સાથે પરિચય થયો હતો અને આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્રણ વર્ષમાં બંને અવાર-નવાર મળતા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. આ સમયે યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. 

મહેસાણાઃ વિસનગર તાલુકાની યુવતીને પ્રેમસંબંધનો કડવો અનુભવ થયો છે. યુવતીને ત્રણ વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં મહેસાણા તાલુકાના યુવક સાથે પરિચય થયો હતો અને આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્રણ વર્ષમાં બંને અવાર-નવાર મળતા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. આ સમયે યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. 

દરમિયાન યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. જોકે, લગ્ન પછી પણ યુવકે પ્રેમિકાનો પીછો છોડ્યો નહોતો અને પ્રેમિકાના લગ્નને લઈને નારાજગી જતાવી હતી. તેમજ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ત્રણ મહિના પહેલા મળવા બોલાવી હતી. તેમજ લગ્ન પછી પણ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

જોકે, ત્રીજી વખત પ્રેમીએ બોલાવતાં યુવતીએ મળવા માટે ઇનકાર કરી દીધો હતો. જેને કારણે ઉશ્કેરાયેલા યુવકે યુવતીની અશ્લીલ તસવીરો તેના સસરાને મોકલી દેતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રેમસંબંધ તોડી નાંખ્યા પછી યુવકે આવી હરકત કરતાં યુવતીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે આરોપી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધી મૂળ મહેસાણા તાલુકાના અને અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા યુવકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. 

ગુજરાતમાં ખાલી બે જ દિવસમાં તળાવ-કેનાલમાંથી 11 લાશો મળતા ખળભળાટ, જાણો કઈ ઘટનામાં શું છે કારણ?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે જ દિવસમાં અલગ અલગ જગ્યાએથી 11 લાશો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે 6અને ગઈ કાલે 5 લાશો અલગ અલગ જગ્યાએથી મળી આવી હતી. આજની વાત કરીએ તો મહેસાણામાં વિસનગરના કાંસા ગામના તળાવમાં યુવકની લાશ મળી આવી છે. 32 વર્ષીય યુવક હરણાંહોડા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકની તળાવમાંથી લાશ મળવાનું કારણ અકબંધ છે. વિસનગર તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

નવસારી તાલુકાના ગુરુકુલ સુપા પાસે આવેલ પૂર્ણા નદીના પુલ ઉપરથી યુવકે ઝંપલાવ્યું હતું. ઝંપલાવનાર યુવક સુરત ખાતે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો હતો. બે દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર યુવક ચાલ્યા ગયો હતો. આજે સવારે એની કાર નવસારી ખાતે આવેલ સુપા ગામના બ્રિજ પાસેથી લાવારીસ હાલતમાં મળતા સુરત ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી હતી. બે કલાક નદીમાં શોધ્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો. મૃતદેહને બહાર કાઢીને સુરત ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યો. મરનાર યુવકનું નામ રોની કુમાર પટેલ છે. સૂસાઇડ કરવાનું કારણ અકબંધ છે. 

વડોદરામાં  કરજણ જુના બજાર વિસ્તારના તળાવમાંથી બે લાશ મળી આવી છે. એક જ દિવસમાં બે લાશ તળાવમાંથી મળી આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. કરજણ તળાવમાં એક 65 વર્ષીય પુરુષ અને અન્ય એક ઇસમની લાશ મળી આવી છે. અમદાવાદમાં સાણંદના તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી છે. પોલીસે લાશનો કબજો લઇને વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. નવસારી

ગઈ કાલની વાત કરીએ તો ભરૂચમાં કબીરવડ ખાતે નર્મદા નદીમાં 4 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 2 યુવકની લાશ મળી અન્ય 2 લાપતા હોવાની આશંકા છે. નદીમાં ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા હતા. આ સિવાય સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા મૃતક મહિલાની ઓળખ કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયામાં આ કેનાલમાં ડૂબવાથી 4ના મોત થયા છે. 

ગઈ કાલે બનાસકાંઠામાં થરાદ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી  તરતા બે મૃતદેહ  મળી આવ્યા હતા. યુવક-યુવતીની તરતી લાશ જોવા મળતાં પાલિકાની ટીમના તરવૈયાઓ દ્વારા બન્નેની લાશોને કેનાલમાંથી કાઢવામાં આવી હતી. જેમાં પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગી થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. મૃતકોના વાલી વારસો સ્થળ પર આવી પહોંચતાં બંને યુવક-યુવતી લાખણીના હોવાનું જાણવા મળ્યું હતું. આધાર કાર્ડમાં યુવકનું નામ કમલેશભાઇ હરજીભાઇ વજીર લખેલું હતું. જ્યારે યુવતી પાસેથી સાદો મોબાઈલ મળી આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget