Mehsana: કડીમાં બની છેડતીની ઘટના, રસ્તે જતી છોકરીનો છોકરાએ હાથ પકડી લીધો, વિગતો
મહેસાણા જિલ્લામાંથી વધુ એક છોકરીની છેડતીની ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Mehsana: મહેસાણા જિલ્લામાંથી વધુ એક છોકરીની છેડતીની ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એવી છે કે, કડીના રણછોડપુરામાં રસ્તે જતી છોકરીનો એક છોકરાએ હાથ પકડીને છેડતી કરી હતી. કડીના રણછોડપુરા ગામમાં યુવતીની અનિલ ઠાકોર નામના યુવાને હાથ પકડીને છેડતી કરી હતી, જોકે બાદમાં યુવતીએ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
લ્યો બોલો! એડમિશન ચાલું હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી, દાનમાં આપેલી જમીન વેંચી દીધાનો લાગ્યો આરોપ
મહેસાણા: તળેટી ગામે બિલ્ડર દ્વારા રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે. સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છે.
શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ
મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.
અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી
હાલના સંચાલકનો આરોપ છે કે બાબુભાઈ પટેલ શાળામાં ટ્રસ્ટી હતા ત્યારે આ જમીન તેમણે શાળાને દાનમાં આપેલ અને તેના પર શાળાનું બાધકામ પણ કરેલ પરતું ભાવ વધતા આ જમીન જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે બિલ્ડરને વેચાણ કરી દેવાઈ છે. જો કે બીજી તરફ ગાયત્રી ટ્રસ્ટ જુના ટ્રસ્ટી બાબુભાઈના પુત્ર કહે છે કે અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી માત્ર શાળા ચલાવવા આપેલ અને અમારે જરૂર પડે ત્યારે ખાલી કરવા કહ્યું હતું. આ જમીન અમારી માલિકીની છે.
આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યનું શું?
તો બીજી તરફ જમીન લેનાર બિલ્ડર કહે છે કે અમે હાલના શાળા સંચાલાકના કહેવાથી શાળા તોડી છે. આ જમીનના પ્લોટ વેચાણ રાખેલ છે હાલના જે સંચાલક છે તે ખોટી રીતે જમીન પચાવવા અમને હેરાન કરે છે. જો કે સવાલ એ થાય છે કે, કોઈ પણ બાધકામ ગેરકાદેસર થયું હોઈ તો તે કાનૂની રહે દુર થઇ શકે છે. પરતું જે શાળામાં ધોરણ 9 અને ૧૦ ના વિધાર્થી અભ્યાસ કરતા હોઈ અને શાળાનું એડમીશન ચાલું હોઈ ત્યાં જ રાતના સમયે જેસીબી લઇ આવી આખી શાળા તોડી પાડવી કેટલી યોગ્ય છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યનું શું તે એક સવાલ છે.