શોધખોળ કરો

Mehsana: ઊંઝા APMCના વાઇસ ચેરમેન અરવિંદ પટેલની પેઢી પર GSTના દરોડા, મોટી સંખ્યામાં બિન હિસાબી વ્યવહારોની શક્યતા

જીએસટી વિભાગે ઊંઝામાં જબરદસ્ત રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, આમાં ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેનની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા

Mehsana News: ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો છે. મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે. 

મળતી માહિતી પ્રમાણે, જીએસટી વિભાગે ઊંઝામાં જબરદસ્ત રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, આમાં ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેનની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, અને તેમની પેઢીનું નામ બાલચંદ સોમા છે. હાલમાં જ ઊંઝા એપીએમસસીના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલની પેઢી ઉપર GST વિભાગે દરોડા પાડ્યા છે. બાલચંદ સોમા નામની પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. બાલચંદ સોમા નામની પેઢીના માલિક છે ખુદ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, આ કાર્યવાહીમાં અહીંથી મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહાર મળી આવવાની શક્યતા છે. 

સુરતમાં કરચોરી કરતાં 15 વેપારીઓ પકડાયા, GSTના દરોડામાં સામે આવ્યુ 1.5 કરોડનું બૉગસ બિલિંગ

ગુજરાતમાં ફરી એકવાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આજે સુરત શહેરમાંથી વધુ એક મોટી કરચોરી પકડાયાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં 15 જેટલા ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે. સુરતમાં જીએસટી વિભાગે છેલ્લા કેટલાક સમયથી ડ્રાયફૂટ વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી કુલ 15 ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે, હાલ જીએસટી વિભાગની તપાસની કામગીર પૂર્ણ થઇ છે. સુરતમાંથી મિક્સ ડ્રાયફૂટ પર 12%ની જગ્યાએ 5% ટેક્સ ભરવામાં આવ્યો છે. આની સાથે વેપારીઓની ટુકડાઓ દર્શાવી સારી ક્વૉલિટીના કાજુના વેચાણમાં પણ ગેરરિતી બહાર આવી છે. જીએસટી વિભાગે સુરત શહેર-જિલ્લાના 15 ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બેનબરમાં વેચવામાં આવ્યો હતો, અહીંથી મોટાપાયે ખરીદ-વેચાણ અને સ્ટૉકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. વેપારીઓએ ખૂબ નજીવું વેપારનું બિલીંગથી બતાવી મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને ત્યાં કાપી નાંખ્યો હતો. ખાસ વાત છે કે, સુરત શહેરના નાનપુરા, ઘોડદોડ રોડ, વરાછા, ભાગળ, ઝાંપાબજાર સહિતનાં વેપારીઓને વરુણીમાં લેવામાં આવ્યા હતાં. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. 

GDPના શાનદાર આંકડા બાદ જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો 

દિવાળી, ધનતેરસ, છઠ્ઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું. ડેટા અનુસાર, CGST રૂ. 30,420 કરોડ, SGST રૂ. 38,226 કરોડ, IGST રૂ. 87,009 કરોડ હતુ. ગયા મહિને IGST કલેક્શન રૂ. 91,315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12,274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1036 કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં GST કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ છઠ્ઠી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ GST કલેક્શન 11.9 ટકા વધીને 13,32,440 કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ GST કલેક્શન 11,90,920 કરોડ રૂપિયા હતું. આ આઠ મહિનામાં સરેરાશ GST કલેક્શન દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 2022-23ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. 1.49 લાખ કરોડ હતી. આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં GST કલેક્શન રૂ. 1,87,035 કરોડ હતું, જે વિક્રમજનક છે. આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget