શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ 18 વર્ષીય યુવકની મિત્રના ભાઈએ કેમ છરીના 6-6 ઘા મારીને કરી નાંખી હત્યા? કારણ જાણીને ચોંકી જશો
ગઈ કાલે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કરણની મિત્ર જયેશ ઉર્ફે જયેન્દ્ર ઝાલાના મોટા ભાઈ પોપટસિંહ વજેસિંહ ઝાલાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મૃતક સાથે નાના ભાઈની મિત્રતા તેના મોટા ભાઈને પસંદ નહોતી.
મહેસાણાઃ શહેરના મહેસાણા-રાધનપુર રોડ યુવકની તેના મિત્રના જ ભાઈએ છરીના 6-6 ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હત્યા પછી યુવકની લાશ રીક્ષામાં રાધનપુર રોડ પાસે શક્તિધરા તરફ રસ્તા પર ફેંકી દીધી હતી. મૃતક કરણ ઉર્ફે રોહન રાજુભાઇ સોલંકી(ઉં.વ.18) હત્યાના કેસમાં 3 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કરણની મિત્ર જયેશ ઉર્ફે જયેન્દ્ર ઝાલાના મોટા ભાઈ પોપટસિંહ વજેસિંહ ઝાલાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મૃતક સાથે નાના ભાઈની મિત્રતા તેના મોટા ભાઈને પસંદ નહોતી. આ મિત્રતા પસંદ ન હોવાથી 18 વર્ષીય કરણ ઉર્ફે રોહન રાજેશભાઈ સોલંકીની ગતરોજ હત્યા કરવામાં આવી હતી.
ગત કાલે બંનેને શક્તિધારા સોસાયટી આગળ રિક્ષામાં બોલાવ્યા હતા, જ્યાં કરણની પોપટસિંહે છરી મારી હત્યા કરી હતી. કરણના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝાલા પોપટસિંહ અને અન્ય બે મળી કુલ 3 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement