(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana : પોલીસ કોન્સ્ટેબલ યુવતીના પતિને અન્ય યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતી પતિ-પ્રેમિકાને શું કરતાં જોઈ ગઈ ?
પતિના લફરા અંગે કોન્સ્ટેબલ પત્નીને ખબર પડી જતાં તેણે પતિને યુવતી સાથેના સંબંધ પૂરા કરી નાંખવા માટે જણાવ્યું હતું. જેને કારણે બંને વચ્ચે તકરાર થઈ ગઈ હતી. કોન્સ્ટેબલ પત્નીએ પતિને અન્ય યુવતી સાથે ફરવા જતાં રોકતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.
મહેસાણાઃ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ યુવતીને ચાર વર્ષ પહેલા એક યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી યુવકને અન્ય યુવતી સાથે અફેર હતું. પત્નીની જાણ બહાર યુવક અન્ય યુવતી સાથે ફરવા જતો હતો. દરમિયાન કોન્સ્ટેબલ પત્નીને ખબર પડી ગઈ હતી.
પતિના લફરા અંગે કોન્સ્ટેબલ પત્નીને ખબર પડી જતાં તેણે પતિને યુવતી સાથેના સંબંધ પૂરા કરી નાંખવા માટે જણાવ્યું હતું. જેને કારણે બંને વચ્ચે તકરાર થઈ ગઈ હતી. કોન્સ્ટેબલ પત્નીએ પતિને અન્ય યુવતી સાથે ફરવા જતાં રોકતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.
જોકે, પતિએ ટ્રિપલ તલાક આપી દેતા કોન્સ્ટેબલ યુવતીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય ચે કે, 32 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ સાથે ત્રાસ ગુજારી ટ્રિપલ તલાક આપી દેવાયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીનો પતિ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવે છે.
Banaskantha : સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ યુવકે પરાણે માણ્યું શરીરસુખ ને પછી.....
બનાસકાંઠાઃ અમીરગઢ પંથકમાં સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાઇક પર આવેલા યુવકે પોતાની સાથે લઈ ગયો હતો અને પછી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સગીરા કોઈ કામથી બહાર ગઈ હતી. ત્યારે બાઇક પર આવેલા યુવકે સગીરાને પરાણે તેની સાથે લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ પોતાની પર બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકીર ગઈ હતી. સગીરા પર દુષ્કર્મ ને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અમીરગઢ પોલીસ મથકે દુષ્કર્મી સામે પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવાઇ છે.
Surat: જોબ વર્ક લેવા આવેલી 17 વર્ષની છોકરી સાથે બિઝનેમેસમેને ફેક્ટરીમાં માણ્યું શરીર સુખ, વારંવાર બોલવાતો ને.......
સુરતઃ શહેરના વેડ રોડ પર રહેતી 17 વર્ષીય સગીરા પર બિઝનેસમેન ફેક્ટરીમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાને જોબવર્ક-હેન્ડવર્કનું કામ આપવાની લાલચ આપી વેપારીએ સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં ચોકબજાર પોલીસે આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વેડરોડ ખાતે રહેતો બિઝનેસમેન કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડવર્ક-જોબવર્કનું કારખાનું ધરાવે છે. તેને ત્યાંથી આસપાસ રહેતી મહિલાઓ જોબવર્કનું કામ લઈ જાય છે. દરમિયાન તેની સોસાયટીમાં જ રહેતી મહિલાને તેણે જોબવર્કનું કામ આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, આ કામ લેવા માટે તેની દીકરીને મોકલવા માટે કહ્યું હતું.
આથી મહિલા પોતાની 17 વર્ષીય દીકરીને જોબવર્કના કામ માટે તેની ફેક્ટરીમાં મોકલતી હતી. જોબવર્કના કામ માટે આવતી સગીરા પર બિઝનેસમેને નજર બગાડી હતી અને તેણે સગીરાને લાલચ અને ધાક-ધમકી આપીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધવા માંડ્યા હતા.
બિઝનેસમેન તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેનું શોષણ કરવા લાગ્યો હતો. આ બધાથી કંટાળી અંતે સગીરાએ પરિવારને જાણ કરી હતી તેમજ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.