Patan : વરણા પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, બે લોકોના મોતથી અરેરાટી, બનાસકાંઠામાં બાઇક અકસ્માતમાં એકનું મોત
સમીના વરણા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
![Patan : વરણા પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, બે લોકોના મોતથી અરેરાટી, બનાસકાંઠામાં બાઇક અકસ્માતમાં એકનું મોત Patan : two persons died in Car and private bus accident, two injured Patan : વરણા પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, બે લોકોના મોતથી અરેરાટી, બનાસકાંઠામાં બાઇક અકસ્માતમાં એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/25/eb401cca7e6e4765338ce1802c6bb1d6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણઃ સમીના વરણા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમી પોલીસ પહોંચી ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
કાર નંબર જીજે 12, એઇ-5304 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. જેસીબીની મદદથી કારની અંદર ફસાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં ઈકબાલગઢ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે ટકરાતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થઈ હતી. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પોહોંચી હતી.
Bhavnagar : લગ્નપ્રસંગમાં સુરજની છરીના ઘા મારીને છ શખ્સોએ કરી નાંખી હત્યા ને પછી તો....
ભાવનગરઃ શહેરના પાનવાડી ચોકમાં લગ્ન પ્રસંગે આવેલ યુવકની કરપીણ હત્યા કરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા. સામાન્ય બાબતે અમુક ઇસમો તીક્ષ્ણ હથિયાર લઈને લગ્નમંડપ પહોંચી ગયા હતા અને યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી.
ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે ગુંડા તત્વો બેફામ બન્યા છે. જાહેરમાં તીક્ષ્ણ હથિયારો લઈને ખુલ્લેઆમ નીકળી પોલીસને ચેલેન્જ કરતા હોય તે રીતે કોઈપણનાં ડર વગર ક્રાઈમ કરી રહ્યાં છે. ત્રણ દિવસ પહેલા શહેરના પાનવાડી ચોક જૂની ચૌહાણ ફળીમાં ફૈબાની દીકરીના લગ્નના દાંડિયારાસમાં આવેલ મામાના દીકરાની મોડી રાત્રે છ ઈસમોએ હત્યા કરી નાખી હતી. સમગ્ર બનાવને લઇ ભાવનગર એ.એસ.પી, LCB, સહિત એ.ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે તપાસ દરમિયાન મુખ્ય ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે ફરાર શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પાલિતાણા તાલુકામાં રહેતા સુરજ નીતિનભાઈ ચૌહાણ તેમનો ભાઈ વીરેન સહિતનો પરિવાર ભાવનગર શહેરના પાનવાડી ચોક જૂની ચૌહાણ ફળીમાં ફૈબાની દીકરીના લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં પહોંચ્યા હતા. દરમિયાન લગ્ન પ્રસંગે આવેલ યુવકો બહાર મંદિર પાસે બેઠા હતા ત્યારે અમૂક ઈસમો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેની દાઝ રાખી પાનવાડી ચોકમાં જ રહેતા છ ઇસમો અચાનક જ તીક્ષ્ણ હથિયારો લઇને લગ્ન પ્રસંગના માંડવે ધસી આવ્યા હતા. જ્યાં સુરજ નીતિનભાઈ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીકી સ્થળ પર જ મોત નીપજાવી દીધું હતું. જ્યારે મૃતકના ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોને પણ માર માર્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઇ એ.ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી નિકુંજ નટુ કામ્બડ તેના ભાઈ પાર્થ નટુ કામ્બડ, અજય ઉર્ફે અજુ મારવાડી, હિતેષ દામજી ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય અજાણ્યા બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)