શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં આઘાતજનક ઘટનાઃ CA થયેલી યુવતી છ મહિનાથી હતી રૂમમાં બંધ, અઠવાડિયાથી ખાવાનું ના મળતાં થઈ ગઈ બેભાન ને....
આ યુવતીને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતી CAનો અભ્યાસ કર્યો છે. યુવતીના પરિવારમાં માતા,પિતા,કાકા અને મોટી બહેન છે.
રાજકોટ: રાજકોટમાં વધુ ફરી એક વખત સેવાભાવિ સંસ્થાએ એક યુવતીને છોડાવી છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવી છે. આ યુવતીને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતી CAનો અભ્યાસ કર્યો છે. યુવતીના પરિવારમાં માતા,પિતા,કાકા અને મોટી બહેન છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે પરિજનોએ યુવતીની સારવાર માટે અનેક વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. થોડા દિવસ પહેલા કિશાનપરા વિસ્તારમાં બે ભાઈ અને એક બહેન છેલ્લા 10 વર્ષથી એક જ રૂમમાં જીવન જીવતા હતા. પરંતુ રાજકોટની સામજિક સંસ્થા સાથી સેવા ગ્રુપે તેને મુક્ત કરાવી તેઓને નવજીવન આપ્યું હતું.
સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી અને યુરીનની કોથળીઓ પણ ભરેલી હતી. આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા જો કે પરિવારજનો સહમત ન હતા અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી છે.
સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી.સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે તૈયાર ન હતા પરંતુ તેના રૂપિયા અનેક લોકો પાસે મેળવતા હતા. હાલમાં આ સંસ્થા દ્રારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનો સામાજિક સંસ્થાના લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion