શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લા કલેક્ટરને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી. જે. પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરનટાઈન કરાયા છે.
હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી હજારને પાર થઈ ગયા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી. જે. પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. કલેક્ટર સી.જે. પટેલ જિલ્લામાં કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનની રુબરુ મુલાકાત નિયમિત લેતા હતા.
સ્થાનિક અધીકારીઓ પણ સતત સંપર્કમાં રહેવાથી ક્વોરનટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરનટાઈન કરાયા છે. આ સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનાં પત્ની અને પુત્ર પણ કોરોનાગ્રસ્ત થયા છે. થોડા દિવસ પહેલા કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર અને હોમ કેવોરન્ટાઈનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement