શોધખોળ કરો
Advertisement
વડનગરઃ PM મોદીની ચાની દુકાનને પર્યટન સ્થળ બનાવવાનું કામ શરૂ, સ્ટોલને કાચથી કવર કરાશે
નરેન્દ્ર મોદીની ચાની દુકાનને પર્યટન કેન્દ્ર બનાવવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે
વડનગરઃ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી વડનગરના રેલવે પ્લેટફોમ પર પોતાના પિતાની ચાની દુકાન પર કામ કરતાં હતા તે ચાની દુકાનને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે પર્યટક વિભાગે જાહેરાત કરી છે. કેન્દ્રિય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે આ ટી સ્ટોલને યથા સ્થિતિ રાખવા માટે તેને ચાની દુકાનને કાચથી કવર કરવાના નિર્દેશ આપ્યા હતા. નરેન્દ્ર મોદીની ચાની દુકાનને પર્યટન કેન્દ્ર બનાવવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માટે તેને કાચથી પેટીથી બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે આ દુકાનને પર્યટન સ્થળ બનાવવાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો હતો.
વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન છે. મહેસાણા જિલ્લાના વડનગરને દુનિયાના નકશા પર લાવવા માટે વ્યાપક પરિયોજના હેઠળ ચાની દુકાનને પર્યટન કેન્દ્રમાં ફેરવવા માટેની યોજના છે. જે રીતે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. આ અગાઉ 2017માં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓએ રવિવારે શહેરની મુલાકાત લીધી હતી. 2014ની લોકસભા ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદી રેલીઓમાં પોતાના બાળપણના દિવસોમાં વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતા સાથે ચા વેચતા હોવાનો ઉલ્લેખ કરતા હતા. અમદાવાદના ડિવિઝનલ મેનેજર (ડીઆરએમ) દિનેશ કુમારે અગાઉ કહ્યુ હતું કે, વડનગર અને મહેસાણા જિલ્લામાં વિકારની પુરી યોજના 100 કરોડ રૂપિયાથી વધારેની હશે.गुजरात के वडनगर में चाय की जिस दुकान पर प्रधानमंत्री नरेंद्र मोदी अपने बचपन में चाय बेचते थे, उसे पर्यटन स्थल के तौर विकसित किया जा रहा है। केंद्रीय पर्यटन एवं संस्कृत मंत्री प्रहलाद पटेल ने इसके मूल स्वरूप को बनाए रखने के लिए दुकान को शीशे से कवर करने के निर्देश दिए@vikasbha pic.twitter.com/aaV0PfHCtu
— ABP News (@ABPNews) September 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement