શોધખોળ કરો
Advertisement
પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ, ગુજરાતના ક્યા પોલીસ સ્ટેશનનો હોવાની ચર્ચા
યુવતીની પાછળ પોલીસ લોકઅપ દેખાતું હોવાના કારણે તે પોલીસ સ્ટેશન હોવાને સમર્થન મળે છે
અમદાવાદ:જાણીતી સોશિયલ મીડિયા વીડિયો એપ ટીકટોક પર એક મહિલા પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ યુવતી મહેસાણાની પોલીસ કર્મચારી હોવાની ચર્ચા ચાલી રહી છે.
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતી પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહી છે. યુવતીની પાછળ પોલીસ લોકઅપ દેખાતું હોવાના કારણે તે પોલીસ સ્ટેશન હોવાને સમર્થન મળે છે પરંતુ તે ક્યા પોલીસ સ્ટેશનમાં વીડિયો શૂટ થયો છે તેને લઇને કોઇ જાણકારી મળી શકી નથી. આ વીડિયો મહેસાણા છે કે નહી તેને લઇને હજુ સુધી કોઇ પુષ્ટી થઇ શકી નથી પરંતુ આ વાયરલ વીડ઼િયો મહેસાણાનો હોવાના નામે વાયરલ થઇ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો લાંગણજ પોલીસ સ્ટેશનનો હોવાની ચર્ચા છે. મહેસાણાના dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જોકે તેમણે બાદમાં કહ્યુ હતું કે, વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસની નોકરીમાં શિસ્ત જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement