ઉત્તર ગુજરાતની ભાજપ શાસિત આ પાલિકામાં ભડકોઃ બે કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા
નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ વોર્ડ નંબર.3ના વિકાસના કામો રોકતા હોવાનો આરોપ વોર્ડ નંબર.3 ભાજપના કોર્પોરેટર ગંગાબેન પટેલ અને નવલસંગ ચૌહાણએ રાજીનામું ધરી દીધું છે.
પાટણઃ હારીજ ભાજપમાં ભંગાણ થયું છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના બે કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયું છે. તેમણે નગર પાલીકાના ચીફ ઓફિસરને રાજીનામા આપી દીધા છે. હારીજ નગરાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને તેના પતિ સામે ભાજપના વોર્ડ નંબર 3 નગરના સેવકોએ બળવો કર્યો છે.
નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ વોર્ડ નંબર.3ના વિકાસના કામો રોકતા હોવાનો આરોપ વોર્ડ નંબર.3 ભાજપના કોર્પોરેટર ગંગાબેન પટેલ અને નવલસંગ ચૌહાણએ રાજીનામું ધરી દીધું છે. ભાજપના 2 નગર સેવકે રાજીનામું આપતા હારીજ ભાજપમાં ભંગાણ થયું છે.
હારીજ નગર પાલિકામાં ભાજપ નો આંતરિક વિવાદ સામે આવ્યો છે. હારિજ નગર પાલિકામાં પ્રમુખ જ સાથી કોર્પોરેટના વિસ્તારના વિકાસના કામો ન થવા દેતા હોવાના આક્ષેપ થયા છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના નગર સેવકે અને તેના પતિએ પ્રમુખ પર અને તેના પતિ પર સવાલ ઉઠાવ્યા.
ભાજપ શાસિત હારિજ નગર પાલિકામાં ખુદ પ્રમુખના પતિ કામ અટકાવતા હોવાના થયા આરોપ. ભાજપના જ નગર પાલીકા વૉર્ડ નંબર ૩ સદસ્યે કર્યા આરોપ. નગર પાલીકામાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમનાં પતિ કામ કરતા હોવાની પણ ફરીયાદ ઉઠી છે. છેલ્લા ઘણાં સમયથી હારીજ નગર પાલિકાના અણઘટ વહીવટના કારણે પરેશાન લોકો છે.
ગુજરાતના જાણીતા સંતવાણીના કલાકારનું હાર્ટ એટેકથી થયું નિધન? સંતવાણી જગતમાં શોકનો માહોલ
કચ્છઃ ગુજરાતના જાણીતા તબલા વાદકનું નિધન થયું છે. કચ્છના મોટા રતડીયાના હસિયા ઉસ્તાદનું અવસાન થયું છે. પોતાના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. ઉસ્તાદનું ભજન-સંતવાણીમાં મોટું નામ હતું. નાની ઉંમરે અણધારી વિદાયથી સંતવાણી જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમમાં ઉસ્તાદે પોતાની કલા રજૂ કરી હતી. મોહમ્મદ હુસૈન ફકીરમાદ ઉર્ફે હસીયા ઉસ્તાદ માંડવી તાલુકાના મોતા રાતડીયા ગામનો રહેવાસી હતા. તેમને પિતા પાસેથી વારસામાં તબલા વગાડવાની કળા મળી હતી. છેલ્લા 12 વર્ષથી સંતવાણી દેશ-વિદેશમાં કાર્યક્રમો આપતા હતા.
છેલ્લે ગુરુવારે નાના રાતડીયા સ્થિત યક્ષદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સવારે 9.30 કલાકે કાર્યક્રમ પૂરો થયા બાદ પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. અહીં છાતીમાં દુઃખાવો ઉપડતાં તેઓ મોટા ભાઈ સાથે માંડવીની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સારવાર બાદ તેઓ સાજો થઈ ગયા હતા, જો કે વારંવાર દુઃખાવો થતાં હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાતા સતવાણી વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. સંતવાણી પ્રદેશના તમામ નામી-અનામી કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.