શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ લોકોની નજર સામે જ કારમાં બે કિશોરી-વૃદ્ધા જીવતા ભુંજાયા, કેમ ન બચાવી શકાયા?
આ દુર્ઘટનમાં 10 અને 15 વર્ષની કિશોરી અને વૃદ્ધાના મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા છે. જેમને વડનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મહેસાણાઃ અંબાજીથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વડનગરના કરબટીયાના પરિવારની કારમાં આગ લાગતા 3 લોકોના મોત થયા છે. ખેરાલુ પાસે અચાનક કારમાં આગ લાગી હતી. જોકે, કારને સેન્ટ્રલ લોક કરેલો હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહોતા. જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી.
આ દુર્ઘટના અંગે સ્થાનિકો પાસેથી મળતી વિગતો પ્રમાણે ખેરાલુ પાસે રોડ પર કારમાં આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વાહન ચાલકોએ ફાયરને જાણ કરી હતી. જોકે, ફાયરના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવે તે પહેલા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કારમાં પાંચ લોકો ફસાયેલા હતા. લોકોએ બચાવ કામગીરી કરી હતી, પરંતુ કાર લોક થઈ ગઈ હોવાથી દરવાજો ન ખુલતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, કારનો લોક ન ખુલતા આ દુર્ઘટના ઘટી હતી.
કારમાં આગ લાગવાની લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનમાં કાર ચાલક રાકેશભાઈ રણછોડભાઈ અને પત્ની વર્ષાબેન રાકેશભાઈ હાલ મેહેસાણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .જ્યારે તેમની બે દીકરીઓ હેની(ઉ.વ. 16), અસ્તા(ઉં.વ.10) અને તેમની માતા અંબાબેન રણછોડભાઈ (ઉં.વ. ૭૦)ના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion