શોધખોળ કરો

AC Blast : મહેસાણાના પલીયડમાં એસી ફાટતાં પિતા-પુત્રનું મોત, જાણો સંપૂર્ણ વિગત

મહેસાણાના પલીયડ ગામમાં રુમમાં એસી ફાટતા 2 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત બાળક અને પિતા બંન્નેને અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા.  સિવિલમાં બન્સ વોર્ડમાં રખાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.

AC Blast :  મહેસાણાના પલીયડ ગામમાં રુમમાં એસી ફાટતા 2 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત બાળક અને પિતા બંન્નેને અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા.  સિવિલમાં બન્સ વોર્ડમાં રખાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. પિતા પુત્ર બંને 90 ટકાથી ઉપર સળગી ગયા હતા.

Gujarat Crime : ઉંઝામાં ભાગવાનો ઇનકાર કરતાં યુવકે સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, કડીમાં 7 વર્ષીય બાળકી સાથે અડપલા
મહેસાણાઃ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું છે. કિશોરીના ઘરમાં પ્રવેશી દુષ્કર્મ આચર્યું હતું. જોડે ભાગી જવા દબાણ કરી કિશોરી ઉપર દુષ્કર્મ. કિશોરીએ ભાગી જવાનો ઇનકાર કરતા જબરદસ્તી આચર્યું દુષ્કર્મ. શખ્સ સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

કડીમાં 7 વર્ષીય બાળકી જાતીય સતામણીનો ભોગ બની છે. મૂળ હરિયાણાના અને હાલ કડીમાં રહેતા શખ્સે આ કૃત્ય આચર્યું છે. છેલ્લા 1 વર્ષથી 7 વર્ષીય બાળકીના કપડાં ઉતારી શારીરિક અડપલાં કરતો હતો. બાળકીને મારી નાખવાની ધમકી આપી કરવામાં આવતા હતા અડપલાં. મિત્તલ લોકેશકુમાર ઉર્ફે લકી મુરલીધર સામે નોંધાઇ પોસ્કો અંતર્ગત કડી પોલીસ મથકે ફરિયાદ.

Gandhinagar : પરણીતાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હોવાથી કર્યો એવો કાંડ કે વાંચીને ચોંકી જશો

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.  ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી. 

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 26મી તારીખે કિરણજી મકવાણાની હત્યા થઈ હતી. બરડાના ભાગે ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે ટીમો બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી ભાગવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ઇજા થઈ હતી. ત્યાં દેશી પિસ્તોલ પડી ગઈ હતી. જે પોલીસને મળી આવી છે. અગાઉ આરોપીએ રેકી કરી હતી. 

મૃતકની પત્ની સાથે જીતેન્દ્રને પ્રેમસંબંધ હતા. આ પ્રેમપ્રકરણમાં મૃતક નડતરરૂપ થતો હોવાથી હત્યા કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરતાં ગુનો કબૂલ્યો છે. જીતેન્દ્ર પણ પરણીત છે. જોકે, તેને તેની પત્ની ગમતી નહોતી. પરણીતા અને પ્રેમી બંને એક ગામના હતા. જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ હત્યામાં જીતેન્દ્રને તેના મિત્ર જૈમિને મદદ કરી હતી. પત્નીએ કોઈ ટીપ આપી હતી કે પછી દુષ્પ્રેરણા આપી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.

સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. આરોપી હથિયાર રાજસ્થાનથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. મૃતકની પત્ની ના આરોપીઓ પૈકી સાથે એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આરોપી જીતેન્દ્ર પટેલ તથા જૈમિન રાવળ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જીતેન્દ્ર પટેલ મૂળ ગોઝારીયાનો વતની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ, એક કલાકમાં જ 30 મહિલાના કર્યા ઓપરેશન
દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ, એક કલાકમાં જ 30 મહિલાના કર્યા ઓપરેશન
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Embed widget