રાજકોટ પોલીસ કમિશ્નર સામે ક્યા બિઝનેસમેને વડાપ્રધાન મોદીને કરી ફરિયાદ ? બે દિવસ ગોંધી રાખી માર્યો ઢોરમાર....
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ઊંઝાના વેપારી મહેશ પટેલે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરતાં વિવાદમાં સપડાયેલા અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થયો છે.
મહેસાણાઃ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ઊંઝાના વેપારી મહેશ પટેલે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરતાં વિવાદમાં સપડાયેલા અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. મહેશ પટેલે CCTV ફૂટેજ અને માર માર્યા ના ફોટા સાથે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરી છે.
ઊંઝાના વેપારીને મહેશ પટેલને રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચના પોલીસોએ ઉઠાવી લાવી ઢોર માર માર્યો હતો. બનાખત પડાવી લેવા માટે ઇસબગુલના વેપારીએ પોતાને બે દિવસ સુધી ગોંધી રાખ્યાની ફરિયાદ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને કરી છે. મહેશ પટેલની ફરિયાદ છે કે, રાજકોટ પોલીસ ઉંઝા આવી હતી. વેપારી મહેશ પટેલને પ્રથમ ઉંઝા પોલીસ મથકમાં લવાયો હતો. ત્યાર બાદ રાજકોટ લઈ ગઈ હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસોએ પોતાને બે દીવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો હતો.
ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ફોડેલા લેટર બૉમ્બ બાદ પોલીસના અત્યાચારનો ભોગ બનેલા લોકો બહાર આવી રહ્યા છે. તેના ભાગરૂપે જ મહેશ પટેલે ફરિયાદ કરી છે.
દારૂના નશામાં ધૂત અમદાવાદની મહિલાએ આણંદના મંદિરમાં દારૂ છાંટતા મચી ગયો હંગામો, પૂજારીએ કરી પોલીસ ફરિયાદ
અમદાવાદઃ શહેરના ઈશનપુરમાં રહેતી મહિલાએ આણંદમાં આવેલ મંદિરમાં દારુ છાંટ્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. નશામાં ધૂત મહિલાએ દાવોલ ગામે આવેલ ખોડીયાર માતા મંદિરમાં દારૂ છાંટ્યો હતો. મંદિરના પુજારીએ મહિલા વિરુદ્ધ બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો દારૂ છાંટતો વીડિયો પણ વાયરલ થયો છે.
આ મહિલાએ અગાઉ કરણી સેનાના પૂર્વ ગુજરાત પ્રમુખ રોનક ગોહિલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં અને મહિલા પશ્ચિમમાં ફરિયાદ નોંધાવી હતી.