કેનેડામાં ગુજરાતી પરિવારના મોત મામલે શું થયો મોટો ધડાકો, જાણો વિગત
કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં મૃત્યુ પામનારા ગુજરાતી પરિવારના મોત મામલે મોટો ખુલાસો થયો છે.
મહેસાણાઃ કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં મૃત્યુ પામનારા ચારેય વ્યકિત ગુજરાતી હોવાની આખરે પુષ્ટિ થઈ છે. કેનેડાની પોલીસે મૃતક ચારેય ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા ગામના હોવાની કેનેડા પોલીસે પુષ્ટી કરી હતી. કેનેડાની પોલીસે કહ્યું કે ડીગુંચા ગામના જગદીશ પટેલ પરિવાર સાથે 12 જાન્યુઆરીના કેનેડાના ટોરેન્ટો પહોંચ્યા હતાં. જગદીશ પટેલ, વૈશાલી પટેલ, પુત્રી વિહાંગી પટેલ અને પુત્ર ધાર્મિક પટેલ ટોરેન્ટોથી 18 જાન્યુઆરીના ઈમર્સન જવા રવાના થયો હતો. પટેલ પરિવારને બોર્ડર પર લઈ જવાયા બાદ છોડી મૂકાયા હોવાની કેનેડા પોલીસે શંકા વ્યક્ત કરી હતી.
હાલ તો કેનેડા પોલીસ પટેલ પરિવાર ટોરેન્ટોથી ઈમર્સન સુધી કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરી રહી છે. કેનેડા- યુએસ સરહદ પર ખરાબ હવામાનના કારણે મોત થયાનું તારણ છે. પોલીસે ગેરકાયદેસર સરહદ પાર કરવાનું ષડયંત્ર હતું કે નહીં તેની તપાસ ચાલતી હોવાનો દાવો કર્યો હતો. કેનેડા- અમેરિકા બોર્ડરથી 12 કિમી દૂર 19 જાન્યુઆરીના ચારેયના મૃતદેહ મળ્યા હોવાની કેનેડા પોલીસે પુષ્ટી કરી હતી.
ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદારને સોંપાય તેવી શક્યતા
ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદારને સોંપાય શકે છે. મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ કરવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. ઑક્ટોબર મહિનામાં ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ છે. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે.
વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા. આપમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........
Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે