શોધખોળ કરો
Advertisement
મોડાસાનો આ આખો વિસ્તાર કરાયો ક્વોરેન્ટાઇન, જાણો શું છે કારણ?
મોડાસાના ટ્રાન્સપોર્ટનગર વિસ્તારને કન્ટેઇનટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આગામી ૨૫ મે સુધી અવરજવર બંધ રહેશે.
મોડાસાઃ મોડાસામાં મહિલા આરોગ્યકર્મીને કોરોના થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહિલાકર્મીને કોરોના આવતાં જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને ટ્રાન્સપોર્ટનગર વિસ્તારને કન્ટેઇનટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આગામી ૨૫ મે સુધી અવરજવર બંધ રહેશે. ૧૭ મેના લોકડાઉન બાદ પણ આ વિસ્તારમાં બંધ રહેશે. મહિલા દર્દી વહેલા સાજા થઇ જાય તો પ્રતિબંધમાંથી છૂટ મળી શકે છે.
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 77 કેસ નોંધાયા છે. જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 22 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બે લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8541 કેસો નોંધાયા છે. જ્યારે 2780 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં 513 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement