મહેસાણામાં સામાન્ય બાબતે ઘરમાં ઘૂસી મહિલાની કરાઇ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?
મહેસાણામાં સામાન્ય બાબતને લઇને મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે
મહેસાણાઃ મહેસાણામાં સામાન્ય બાબતને લઇને મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર, મહેસાણા મહિલા પ્રિન્સિપાલની ફક્ત બે હજાર રૂપિયાને લઇને હત્યા કરવામાં આવ્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી.
વાસ્તવમાં મહિલા પ્રિન્સિપાલની પાડોશમાં રહેતા આરોપી હર્ષ સુથારે પ્રિન્સિપાલના પુત્ર રોનક પટેલ પાસે 2 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા. પરંતુ રોનક પટેલે રૂપિયા ના આપતા આરોપી હર્ષ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને લોખંડનું પાનું માથાના ભાગે મારી મહિલાની હત્યા કરી હતી.
દરમિયાન પુત્ર ઘરે આવતાં તેણે માતાને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે પોતાની માતાને બચાવી શક્યો નહોતો. આરોપીએ મૃતકના પુત્રને પણ પાનું મારતાં તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ અન્ય પાડોશીઓને થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર હર્ષ સુથારને ઝડપી લીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હર્ષની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા
RAJKOT : રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં અને ત્યારબાદ બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં રસ્તેથી પસાર થયેલા નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ ઘટના રાજકોટના જામનગર રોડ પર ઘટી હતી. મૂળ ઝઘડો રાજકોટ ફાયર વિભાગમાં ફરજ બજાવતો અરશીલ આરીફ ખોખર અને તેની પત્ની સોનિયા ખોખર વચ્ચે થયૉ હતો. ત્યારબાદ ઝઘડો સોનિયાના મામાના પરિવાર અને સોનિયાના પતિના પરિવાર વચ્ચે થયૉ હતો, જેમાં વચ્ચે પડેલા એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે.
અરશીલ ખોખરે પત્ની સોનિયાને ચરિત્રની શંકાએ ત્રાંસ આપ્યો
આ સમગ્ર કેસમાં સોનિયા શેખના જણાવ્યા મુજબ ફાયર વિભાગમાં ફરજ બજાવતો તેનો પતિ અરશીલ આરીફ ખોખર ચરિત્રની શંકા અને અન્ય કારણોથી અવારનવાર માનસિક અને શારીરિક ત્રાંસ ગુજારાતો હતો. અરશીલે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે તેની પત્ની સોનિયાને પોતાના સસરા સાથે પણ આડા સંબંધો છે. અરશીલે તેની પત્ની સોનિયાને મારીને ઘરેથી કાઢી મૂકી હતી.