શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
નોંધનીય છે કે વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી.
મહેસાણાઃ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી.
મળતી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશનમાં ટીકટોક પર વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ન પહેરવા તથા ચાલુ ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો બિનજરૂરી ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે પોલીસ સ્ટેશનમાં એક યુવતી ડાન્સ કરતી હોવાનો ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. એવી પણ ચર્ચા હતી કે વીડિયોમાં દેખાતી યુવતી લાંઘણજની છે. મહેસાણાના dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું હતું કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement