શોધખોળ કરો

રાજુલા: દરિયામાં ડૂબતાં યુવાનોને બચાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકી દરિયામાં કૂદી પડ્યાં

રાજુલામાં 4 યુવકો દરિયામાં ડૂબી રહ્યાં હતા. જેને બચાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકીએ ખુદ દરિયામાં કૂદી પડ્યા હતા અને તરવૈયાને રેસ્ક્યુમાં મદદ કરી હતી.

અમરેલી:રાજુલામાં 4 યુવકો દરિયામાં ડૂબી રહ્યાં હતા. જેને બચાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકીએ ખુદ દરિયામાં કૂદી પડ્યા હતા અને તરવૈયાને રેસ્ક્યુમાં મદદ કરી હતી.

 રાજુલામાં ચાર યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાની ઘટના જાણ થતાં જ  ધારાસભ્ય હીરાભાઇ સોલંકી તરવૈયાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આટલું જ નહી તેમને યુવકોને બચાવવા માટે દરિયાં કૂદકો લગાવ્યો હતો. આ રીતે ધારાસભ્ય હીરા સોલંકી પણ  યુવાનોને શોધવા માટેની કામગીરીમાં જોડાયા હતા. અને ત્રણ યુવકને બચાવી લેવાયા હતા. જયારે ચોથા યુવકની શોધખોળ હજુ ચાલું છે.

Heart Attack: સુરતમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટકેથી મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

urat News: સુરતમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.

થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવતાં યુવકનું થયું હતું મોત

સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રમાશંકર ત્રિવારી કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

પાટણ જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

  • માથામાં દુખાવો થવો
  • વધુ પરસેવો આવવો
  • નાડીનું તેજ ચાલવું
  • ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી
  • નબળાઇ અનુભવવી

કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget