શોધખોળ કરો

કેજરીવાલ સરકારની મોટી જાહેરાત:માત્ર 2500 રૂપિયામાં લગાવી શકાશે આપનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હિકસ ચાર્જિગ સ્ટેશન, જાણો કેટલા રૂપિયાની મળશે છૂટ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પર છૂટછાટની જાહેરાત કરી રહી

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પર છૂટછાટની જાહેરાત કરી રહી છે

પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકી રહી છે, પરંતુ ત્યાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનના અભાવને કારણે તેમની લોકપ્રિયતા હજુ પણ ખૂબ જ મર્યાદિત છે. ઈલેક્ટ્રોનિક વાહનોની લોકપ્રિયતા વધારવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. હવે તમે ફક્ત રૂ. 2500 ચૂકવીને તમારું પોતાનું વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સેટ કરી શકો છો. દિલ્હી સરકાર ચાર્જિંગ સ્ટેશન દીઠ રૂ.6000નું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. તમારા ઘરે વ્યક્તિગત ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા ફોન કૉલ કરી શકે છે. કોલિંગના એક સપ્તાહની અંદર ગ્રાહકોના ઘરે ઈલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના છે.

દિલ્હી સરકારે 12 વિક્રેતાઓને ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ સ્ટેશન મોકલવા માટે અધિકૃત કર્યા છે. આમાંથી કોઈપણ કંપનીને ડિસ્કોમની વેબસાઈટ પર જઈને ચાર્જિંગ સ્ટેશન ઈન્સ્ટોલ કરવા માટેની અરજી કરી શકે છે.  વાહનોના ચાર્જિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતી વીજળી પણ ખૂબ જ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતી વીજળીની કિંમત 4.5 રૂપિયા પ્રતિ યુનિટના દરે વસૂલવામાં આવશે.

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પર છૂટછાટની જાહેરાત કરી રહી છે. પ્રથમ હપ્તામાં 30000 લોકોને આ છૂટ આપવામાં આવશે. ઉપભોક્તા સંબંધિત ડિસ્કોમના પોર્ટલની મુલાકાત લઈને અથવા નીચેના નંબરો પર કૉલ કરીને સિંગલ વિન્ડો સુવિધાનો લાભ લઈ શકે છે. BRPL માટે 7011931880 અથવા 19123, TPDDL માટે: 19124 BYPL માટે 01135999808 પર કૉલ કરી શકાય છે.

EV ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે ન્યૂનતમ જગ્યાની આવશ્યકતા છે. LEV AC માટે માત્ર 1 ચોરસ ફૂટની જરૂર છે અને AC 001 અને DC-001 માટે 2 ચોરસ ફૂટ 2 ચોરસ મીટર વિસ્તાર અને 2 મીટર ઊંચાઈની જમીન પર ઇન્સ્ટોલ કરી શકાય છે. LEV AC ચાર્જર અને AC 001 ચાર્જર બંને દિવાલ-માઉન્ટેડ છે. આ બંને ચાર્જરનો ઉપયોગ મુખ્યત્વે 2 અને 3 વ્હીલરને ચાર્જ કરવા માટે થાય છે. ડીસી 001 ચાર્જિંગ સ્ટાન્ડર્ડ મુખ્યત્વે ફ્લીટ ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાતી ઈ-કાર માટે વપરાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget