Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે. આ દરમિયાન કુંભાણીના નિવાસસ્થાને abp અસ્મિતા પહોંચી હતી. આ સમયે પત્નીએ રડતાં રડતાં આ વાત કરી હતી.
Lok sabha Election 2024:સુરત કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સતત તે શંકાના ઘેરામાં છે. કોંગ્રેસ પક્ષ પણ તેઓ ગદ્દાર હોવાના આક્ષેપ લગાવી રહયું છે. આવી સ્થિતિમાં હવે છેલ્લા ત્રણ દિવસથી નિલેષ કુંભાણી ગાયબ છે. આ દરમિયાન એબીપી અસ્મિતાની ટીમ નિલેષ કુંભાણીના ઘરે પહોંચી હતી અને નિલેશ કુંભાણી વિશે જાણકાવી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે તેમની પત્ની ઘરે હાજર હતી જો કે મીડિયાના સવાલ જવાબ દરમિયાન તેમની પત્ની ભાંગી પડી હતી અને ધ્રુસકે ધ્રૂસકે રડી પડી હતી અને પત્નીએ કુંભાણી ક્યા છે તેની જાણકારી ન હોવાનો પણ દાવો કર્યો હતો. કુંભાણીને સમય આપવા તેમની પત્નીએ અપીલ કરી હતી. સાંભળીએ શું કહ્યું કુંભાણીની પત્નીએ
કોગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદ્દાર
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને સંબોધતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કુંભાણીને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખુલ્લી ચીમકી આપી હતી કે હું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડીશ નહીં. સુરતમાં કુંભાણી રહેશે અથવા હું રહીશ. નિલેશ ભાજપમાં જોડાય તો તે ગદ્દાર છે તે સાબિત થશે. સાત તારીખના મતદાન પછી મારા કાર્યક્રમ હશે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે. પ્રતાપ દૂધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યુ હતું.
પ્રતાપ દૂધાતના નિવેદન પર દિનેશ કાછડીયાએ પણ નિવેદન આપ્યું હતું. દિનેશ કાછડિયાએ કહ્યું કે નિલેશ કુંભાણીને છોડવો જોઇએ નહીં. સુરત અને આખા ગુજરાતમાં કુંભાણી સામે રોષ છે. બદલો લેવા માટે અમે તૈયાર છીએ. સુરતના 19 લાખથી વધુ મતદારો સાથે દ્રોહ કર્યો છે. કુંભાણી સુરતમાં આવશે ત્યારે જોવા જેવું થશે.