Loksabha Election 2024 Live : વાયનાડથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો
લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે પરષોતમ રૂપાલાના નિવેદનનો વિરોધ શમવાનું નામ લેતો નથી. આણંદમાં તેમની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરતા પોસ્ટર લાગ્યા છે.
LIVE

Background
વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી
કેરળના વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં કોંગ્રેસ મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા.
जननायक @RahulGandhi जी ने वायनाड, केरल से अपना लोकसभा नामांकन भरा।
— Congress (@INCIndia) April 3, 2024
जय लोकतंत्र 🇮🇳 pic.twitter.com/wQrDLNdgrU
રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં વાયનાડ બેઠક પર ચાર લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી હતી. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી હેલિકોપ્ટર મારફતે વાયનાડના એક ગામમાં પહોંચ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ, દીપા દાસ, કન્હૈયા કુમાર સાથે રોડ શો કર્યો હતો.
ક્ષત્રિય સમાજ માટેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક
પુરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટેના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. ત્યારે ભાજપે ડેમજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે. આજે ભાજપના નેતા સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજાશે. જેમાં સમાજના અગ્રણીઓ અને ભાજપના 4 ક્ષત્રિય નેતા ઉપસ્થિત રહે છે.ભાજપના મુખ્ય 4 ક્ષત્રિય નેતાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ભૂપેંદ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા,પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે.જાડેજા આ 4 ક્ષત્રિય ભાજપ નેતાની આગેવાનીમાં બેઠક યોજાશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે આ પહેલા ગુપ્ત સ્થળે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી.
રૂપાલાને રાજ્ય ચૂંટણી આયોગની ક્લિનચીટ
સમગ્ર રાજ્યમાં ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધ છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. થોડાક દિવસો પહેલા પરશોત્તમ રૂપાલાએ એક સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજની બહેનો ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી, આ પછી આખા ગુજરાતમાં રૂપાલા વિરૂદ્ધ રોષ ફેલાયો અને વિરોધ શરૂ થયો હતો, હવે આ મામલે ચૂંટણી પંચની એક્શન સામે આવી છે. પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી પંચની ક્લિનચીટ મળી છે, ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે.
રૂપાલાના વિરોધમાં પદ્મીની બાએ અનશનનો લીધો નિર્ણય
રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. રૂપાલા સામે એક્શન ન લેવાઇ ત્યાં સુધી અન્નનો ત્યાગ કરાવનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી પરસોતમ રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે. અમદાવાદ થનાર મિટીંગ વિશે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મને આ મીટિગમાં બોલાવા નથી આવી. મીટીંગ ક્ષત્રિય સમાજની વચ્ચે થવી જોઈએ..
-
રાજકોટમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર, નયના બાએ કર્યો શાબ્દિક પ્રહાર
કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજ અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ રાજકોટમાં પોસ્ટર લગાવ્યા છે. ક્ષત્રિય સમાજની નારીના અપમાનજક નિવેદન બદલ તેમને ટિકિટ રદ્દ કરવા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે. રાજકોટમાં રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાવમાં આવ્યા છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
