UPના બહરાઇચમાં જુલુસમાં મચી નાશભાગ, દરમિયાન કરંટ લાગતાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત
લખનઉ: ઉત્તર પ્રદેશમાં, રાજધાની લખનૌને અડીને આવેલા બહરાઈચ જિલ્લામાં બરાફતમાં સરઘસમાં વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
લખનઉ: ઉત્તર પ્રદેશમાં, રાજધાની લખનૌને અડીને આવેલા બહરાઈચ જિલ્લામાં બરાફતમાં સરઘસમાં વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
લખનૌ. ઉત્તર પ્રદેશમાં, રાજધાની લખનૌને અડીને આવેલા બહરાઈચ જિલ્લામાં બરાફતમાં સરઘસમાં વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.જુલુસમાં કરંટ લાગવાને કારણે નાસભાગ મચી ગઈ હતી, કરંટના કારણે 6 લોકોના ઘટનાસ્થેળ જ મોત થયા હતા. આ ઘટનાના પગલે જુલુસમાં અફરાતફરી મચી ગઈ હતી. જુલુસનો ખુશીનો માહોલ દુર્ઘટનાના પગેલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો. આ ઘટના યૂપીના લખઉના નાનપરા વિસ્તારના માસુકપુરની જણાવવામાં આવી રહી છે.
Coronavirus: કોરોના હજુ ગયો નથી, આ દેશોમાં ફરી માર્યો છે ફૂંફાડો
Coronavirus Cases: ભારતમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા છે, પરંતુ વિદેશમાં કોરોના કેસ વધવા લાગ્યા છે. યુરોપમાં શિયાળો જામવાની સાથે સાથે કોરોનાની એક નવી લહેર આવવાનું જોખમ પણ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ રસીઓના પ્રકાર બાબતે જે ભ્રમ પ્રવર્તી રહ્યા છે તેનાના કારણે બૂસ્ટર ડોઝની અસર પણ મર્યાદિત થઇ જવાની સંભાવના છે.સમરમાં બીએ.4 અને બીએ.5 પેટા વેરિઅન્ટ પ્રભાવી હતા તે જ હાલ મોટાભાગના કેસોનું કારણ જણાયા છે. ચિંતાનો વિષય એ છે કે ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ પણ બહાર આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વિજ્ઞાાનીઓ ઓમિક્રોનના નવા સ્વરૂપો પર નજર રાખી રહ્યા છે.
ઈટાલીમાં કોરોનાના કેસમાં 32 ટકાનો વધારો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બહાર પાડેલા અઠવાડિક આંકડાઓ અનુસાર ઇટાલીમાં કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે આઇસીયુમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની સરખામણીમાં 21 ટકા દર્દીઓનો વધારો થયો છે. બ્રિટનમાં પણ આ અઠવાડિયે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની તુલનામાં 45 ટકાનો વધારો જણાયો છે. ઓમિક્રોન પર અસરકારક રસીઓ યુરોપમાં સપ્ટેમ્બરમાં જ આપવાની શરૂ થઇ હતી.
વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે
પીએમ મોદીનું 9 મી ઓક્ટોબરનું શિડ્યૂલ
- સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન.
- તેઓ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
- સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે.
- સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે.
- રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે.
- રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
10 ઓક્ટોબરે આવું છે પીએમ મોદીનું શિડ્યૂલ
- 11.00 કલાકે ભરૂચના આમોદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોન્ચિં
- 3.15 કલાકે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદઘાટ્ન
- 5.30 કલાકે જામનગરમાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ શિલાન્યાસ
11મી ઓક્ટબરનો પીએમનો શું છે કાર્યક્રમ
- 2.15 કલાકે અમદાવાદ સિવિલના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
- સાંજે 5 કલાકે મધ્યપ્રદેશ જવા રવાના થશે