(Source: ECI/ABP News/ABP Majha)
ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા યુવકે ખરીદી 4 કરોડ રૂપિયાની રીંગ પણ પ્રેમિકાને આપે એ પહેલાં શું પડી ખબર કે પગ તળેથી સરકી ગઈ ધરતી ?
ગર્લફ્રેન્ડનું ઇન્સ્ટાગ્રામ જ્યારે આ યુવકે તેના ફોનથી લોગ ઇન કર્યું તો તેના હોંશ ઉડી ગયા, આ પહેલા યુવકે તેના પ્રપોઝ કરવા 4 કરોડની રિંગ ખરીદી હતી.
Trending News: આપે પ્યાર દિવાના હોતા હૈ મસ્તાના હૈ ગીત તો સાંભળ્યું જ હશે, પરંતુ દીવાના-મસ્તાનાની સાથે પ્રેમ આંઘળો પણ હોય છે. હા, જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે કંઈ દેખાતું નથી, આપણે એ વ્યક્તિ વિશે જાણવાની કોશિશ પણ નથી કરતા કે આ વ્યક્તિ તમને વફાદાર છે કે નહીં. પછી એ વ્યક્તિનું સત્ય આપણી સામે આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ બચતું નથી. પોતાની ગર્લફ્રેન્ડના પ્રેમમાં પાગલ બનેલો બ્રિટનનો આ વ્યક્તિ તેની બરબાદી પર આંસુ વહાવી રહ્યો હશે, પરંતુ સમય જતાં તેની ગર્લફ્રેન્ડની એવી વાસ્તવિકતા સામે આવી, જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
ગર્લફ્રેન્ડને 4 કરોડની રિંગ આપનાર હતો આ શખ્સ
Mirrorના અહેવાલ મુજબ 25 વર્ષિય મોસ મેફેયર છેલ્લા 6 મહિનાથી એક યુવતીના પ્રેમનો હતો. તે તેમની આખી જિંદગી તેમની સાથે વિતાવવાનુ પ્લાનિંગ કરી રહ્યો હતો. ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે તેમણે 4 કરોડની રિંગ પણ ખરીદી હતી. બધું જ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક જે થયું તે જોઇને તેના પગ તળેથી જાણે ધરતી ખસી ગઇ.
ઇન્સ્ટ્રાગ્રામે ખોલી દીધી ગર્લફ્રેન્ડની પોલ
ઉલ્લેખનિય છે કે, એક દિવસ આ યુવકે તેમની ગર્લફ્રેન્ડનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના ફોનથી લોગ ઇન કર્યું . તેમણે જોયું કે તેમની ગર્લફ્રેન્ડ કોઇ બીજી યુવક સાથે ફલર્ટ કરી રહી હતી. ત્યાં સુધી કે આ ગર્લફ્રેન્ડે તેમને જણાવ્યું કે, મેફેયર તેનો એક્સ બોયફ્રેન્ડ છે. આ જાણીને મેફેયરના સપના ચકનાચુર થઇ ગયા અને તે જ સમયે રિલેશનશિપ તોડી નાખી.
ગર્લફ્રેન્ડ પર ખર્ચ કર્યાં હતા આટલા લાખ રૂપિયા
મેફેયરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં તે ગર્લફ્રેન્ડ પર લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો હતો. તે તેમને દર મહિને શોપિંગ માટે લઇ જતો અને કિમતી ગિફટ આપતો હતો. તેમણે કહ્યું કે, તેમના ગર્લફ્રેન્ડ તે જ સમયમાં કોઇ અન્ય સાથે પણ કનેક્ટ હતી વાત કરતી હતી કંઇ ખબર જ ન પડી. પરંતુ હવે બંનેના રસ્તા અલગ થઇ ચૂક્યાં છે.