Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ
Petrol Diesel Rate Today 13 December 2021: IOCL એ આજે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર થયા છે. આજે આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફારો થયા છે.
Petrol Diesel Rate Today 13 December 2021: IOCL એ આજે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર થયા છે. આજે આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફારો થયા છે.
દેશમાં 39માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જેના કારણે ઈંધણની કિંમતોના મોરચે સામાન્ય લોકોને થોડી રાહત મળી છે. 4 નવેમ્બરે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો કારણ કે 3 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આપ મે અહીં આજના પેટ્રોલ અને ડીઝલના દરો જાણી શકો છો.
જાણો મેટ્રે શહેરમાં શું કિંમત
દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલની કિંમત જાણો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ 95.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પંજાબની રાજધાની ચંદીગઢમાં પેટ્રોલ 94.23 રૂપિયા અને ડીઝલ 80.09 રૂપિયા પ્રતિ ડીઝલ વેચાઈ રહ્યું છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલની કિંમત 105.92 રૂપિયા અને ડીઝલની કિંમત 91.09 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.87 રૂપિયા પ્રતિ લીટર છે.
ગાઝિયાબાદમાં પેટ્રોલ 95.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. નોઈડામાં પેટ્રોલ 95.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.99 રૂપિયા પ્રતિ લીટર છે.
જો આપણે ક્રૂડ ઓઈલના ભાવ પર નજર કરીએ તો બ્રેન્ટ ક્રૂડમાં 0.61 ટકા અને નાયમેક્સ ક્રૂડમાં 0.87 ટકાના વધારો મળી રહ્યું છે. ક્રૂડ ઓઈલની કિંમતો થોડા દિવસોથી મર્યાદિત રેન્જમાં આગળ વધી રહી છે અને $75ના દરે પહોંચી છે.
ઘરે બેઠાં આ રીતે કિંમત ચેક કરો
મોબાઈલ ફોન પરથી SMS મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે આપને આપના મોબાઈલ નંબરથી 9224992249 નંબર પર SMS મોકલવાનો રહેશે, ત્યારબાદ તે દિવસના લેટેસ્ટ રેટ તમને મેસેજના રૂપમાં આવશે. આ મેસેજ મોકલવા માટે તમારે RSP<space> પેટ્રોલ પંપ ડીલર કોડ લખીને 92249 92249 પર મોકલવો બાદ આપને આપના શહેરના પેટ્રોલ-ડિઝલની કિમત જાણી શકશો