શોધખોળ કરો
Advertisement
જો બાઈડેને લીધા અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ, PM મોદી-રાહુલ ગાંધીએ પાઠવી શુભેચ્છા
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેને અને કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
નવી દિલ્હી: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે આજે ભવ્ય સમારોહમાં જો બાઇડેને શપથ લીધા. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લઈને ઈતિહાસ રચી દીધો છે. બાઈડેનના શપથ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદ ગ્રહણ કરવા પર જો બાઈડેનને મારા હાર્દિક અભિનંદન, હું ભારત- અમેરિકાની રણનીતિક ભાગદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા માટે ઈચ્છુક છું.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બાઈડેન અને કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “લોકતંત્રના એક નવા અધ્યાયની શરુઆત માટે અમેરિકાને અભિનંદન. રાષ્ટ્રપતિ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને શુભકામનાઓ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement