શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
10 ડિસેમ્બરે મોદી નવા સંસદ ભવનનો કરશે શિલાન્યાસ, જાણો કેવી છે વિશેષતા
મોદી સરકારનો આશય છે કે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યો હોય ત્યારે આ ઈમારત બનીને તૈયાર થઈ જાય.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ જાણકારી આપી હતી. આ દિવસે પીએમ મોદી ભૂમિ પૂજન પણ કરશે. ડિસેમ્બરમાં નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે અને ઓક્ટોબર 2022 સુધી પૂરું થવાની સંભાવના છે.
મોદી સરકારનો આશય છે કે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યો હોય ત્યારે આ ઈમારત બનીને તૈયાર થઈ જાય. આ આશય સાથે મોદી સરકાર આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. નવી બિલ્ડિંગમાં 3 ફ્લોર પણ હશે.
આ નવું સંસદ ભવન 60 હજાર ચોરસ મીટરમાં બનશે.. જ્યારે વર્તમાન સંસદ ભવન 44,940 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. નવા 1350 સાંસદોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં તમામ સાંસદો માટે અલગથી કાર્યાલય હશે અને લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ હશે. જેને પેપરલેસ ઓફિસની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પણ હશે.
નવા સંસદ ભવનની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન બનાવનારા વિમલ પટેલ ગુજરાતના અમદાવાદના છે.
Apple ભારતમાં બનાવશે iPhone, જાણો ક્યાં નાંખશે પ્લાન્ટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion