પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગે પાર્ટીમાં અવઢવ યથાવત, સોનિયા ગાંધીએ હવે આ નિર્ણય લીધો...
2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું.
2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે. જો કે પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે કે નહી તે અંગે હજી સ્પષ્ટતા થઈ શકી નથી.
હવે આજે સોનિયા ગાંધીએ વધુ એક આંતરિક જૂથ- સશક્તિકૃત એક્શન ગ્રૂપ 2024ની (The Empowered Action Group-2024) રચના કરી છે. આ ગ્રૂપ આવનારા રાજકીય પડકારોનો સામનો કઈ રીતે કરવો તે માટેની તૈયારી રુપે બનાવામાં આવ્યું છે. જો કે,આ ગ્રૂપની રચના અને તેના સભ્યોની માહિતી હજી સુધી જાહેર નથી કરવામાં આવી.
કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશેઃ
આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે, તે રાજસ્થાનના ઉદયપુરમાં 13 મે થી 15 મે દરમિયાન નવ સંકલ્પ ચિંતન શિબિર-મંથન સત્ર યોજશે. ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે.
પ્રશાંત કિશોરના સૂચન સાથે સંહમતિઃ
આ સાથે સોનિયા ગાંધીએ આઠ સભ્યોની કમિટીના નેતાઓને પણ મળ્યા હતાં જે પ્રશાંત કિશોરના પ્રઝેન્ટેશનમાં હાજર રહ્યા હતા. આ નેતાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનું આ કમિટી કિશોરની પ્રઝેન્ટેશનમાં કરાયેલી રજુઆતો પર મંથન કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવાઈ હતી અને તેમણે ઘણી બેઠકો પણ કરી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 8 સભ્યોની આ કમિટીએ પ્રશાંત કિશોર દ્વારા કરાયેલા મોટાભાગના સૂચનો સાથે સંમત છે.