PT Usha: પીટી ઉષાએ રોતા રોતા કહ્યું એકેડમી પર થઈ રહ્યો છે કબજો, સાંસદ બન્યા બાદ પછી નિશાના પર..
PT Usha: પીટી ઉષાએ આરોપ લગાવ્યો કે જ્યારથી તે રાજ્યસભાની સાંસદ બની છે ત્યારથી એકેડેમી દ્વારા તેમને વિવિધ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. દિગ્ગજ ખેલાડી કેમેરા સામે ભાવુક થઈ ગઇ.
![PT Usha: પીટી ઉષાએ રોતા રોતા કહ્યું એકેડમી પર થઈ રહ્યો છે કબજો, સાંસદ બન્યા બાદ પછી નિશાના પર.. PT Usha breaks down on camera, alleges illegal encroachment at her athletics school in Kerala PT Usha: પીટી ઉષાએ રોતા રોતા કહ્યું એકેડમી પર થઈ રહ્યો છે કબજો, સાંસદ બન્યા બાદ પછી નિશાના પર..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/05/e254266d4062e755cc2420b6f98d86a0167557081941081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PT Usha: અનુભવી એથ્લેટ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષા શનિવારે મીડિયાની સામે રડી પડી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે કેરળના કોઝિકોડ જિલ્લામાં સ્થિત તેમની એથ્લેટ્સ એકેડમીના કેમ્પસમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેણે એમ પણ કહ્યું કે જ્યારે મેનેજમેન્ટે વિરોધ કર્યો ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
પીટી ઉષા કેમેરા સામે રડી પડી
જોકે, તેણે જણાવ્યું કે પોલીસમાં ફરિયાદ બાદ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેણે વધુમાં કહ્યું, "કેટલાક લોકો ઉષા સ્કૂલ ઑફ એથ્લેટિક્સના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા અને બાંધકામનું કામ શરૂ કર્યું. જ્યારે મેનેજમેન્ટે વિરોધ કર્યો, ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી. તેઓએ દાવો કર્યો કે તેમની પાસે પાનાંગડ પંચાયતની પરવાનગી છે. અમે પોલીસને ફરિયાદ કરી છે." જેને પગલે આગળનું કામ અટકાવવામાં આવ્યું છે."
People including drug addicts, couples barge into compound at night and few dump waste into drainage. We are being targeted continuously. We need to make sure of the safety of our girls. We request Kerala CM to interfere and resolve this issue: PT Usha, President, IOA pic.twitter.com/o0fTLnOrzr
— ANI (@ANI) February 4, 2023
કહ્યું- સાંસદ બન્યા પછી નિશાના પર
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુભવી એથ્લેટે કહ્યું કે ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સના ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી આવી હેરાનગતિ અને સુરક્ષા સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ વધુ તીવ્ર બન્યો છે. ભાજપે જુલાઈ 2022માં પીટી ઉષાને રાજ્યસભા માટે નામાંકિત કર્યા હતા.
સીએમ વિજયનને કરી અપીલ
પીટી ઉષાએ કેમ્પસમાં ઘૂસણખોરીને કારણે એકેડમીમાં રહેતા લોકો અને છોકરીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ કેરળની ડાબેરી સરકાર અને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવા અને ત્યાંની મહિલા રમતવીરોની સલામતી સુનિશ્ચિત કરવા કેમ્પસમાં અતિક્રમણ અને ઘૂસણખોરી રોકવા અપીલ કરી. તેમણે કહ્યું, "ઉષા સ્કૂલમાં 25 મહિલાઓ છે, જેમાંથી 11 ઉત્તર ભારતની છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. મેં આ અંગે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે." ઉષાએ એવી પણ ફરિયાદ કરી હતી કે નશાખોરો અને યુગલો કમ્પાઉન્ડમાં પ્રવેશ કરે છે અને ત્યાં ગંદકી ફેલાવે છે.
માંરૂ કોઈ રાજકારણ નથી - ઉષા
રાજનીતિ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે દરેક રાજકીય પક્ષ તેમને પોતાના વિરોધી સાથે સંકળાયેલો માને છે. "મારી પાસે કોઈ રાજકારણ નથી અને હું દરેક શક્ય રીતે દરેકને મદદ કરું છું," તેણીએ કહ્યું. ઉડનપરી તરીકે જાણીતા અનુભવી એથ્લેટ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)