શોધખોળ કરો

Rahul Gandhi on Ambani Family: અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશન પર રાહુલ ગાંધીએ કરી ટીપ્પણી, જાણો શું કહ્યું?

ગ્વાલિયરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, 'હવે રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે લોકોને કેવી રીતે ખબર પડશે કારણ કે, ટીવી પર તો માત્ર જોવા મળશે મુકેશ અંબાણીજીના પુત્રનું પ્રિવેડિંગ,

Anant Ambani-Radhika Merchant Pre Wedding: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. અહીં રાહુલ ગાંધીએ રવિવારે (3 માર્ચ) અંબાણી પરિવારના લગ્ન પર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે લગ્ન અંબાણીને ત્યાં લગ્ન થઇ રહ્યાં છે.  લોકો ત્યાં સેલ્ફી લઈ રહ્યા છે અને તમે લોકો અહીં ભૂખે મરી રહ્યા છો. તેમણે કહ્યું કે, લગ્નમાં દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે.

ગ્વાલિયરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, 'હવે રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે કેવી રીતે બતાવશે... ટીવી પર જોવા મળશે બસ અંબાણીજીના પુત્રનું પ્રિવેડિંગ, પ્રિવેડિંગ ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યા છે, દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે, સેલ્ફી લેવામાં આવી રહી છે અને તમે લોકો અહીં ભૂખે મરી રહ્યા છો. વાસ્તવમાં રાહુલે હંમેશા આરોપ લગાવ્યો છે કે તેમના નિવેદનોને મીડિયામાં જગ્યા આપવામાં આવતી નથી. ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગ્વાલિયર પહોંચેલા રાહુલે અહીં પણ એ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું.

બેરોજગારીના મુદ્દે સરકાર ઘેરાયેલી છે

રાહુલ ગાંધીએ કહ્યું કે 'ભારત જોડો યાત્રા' પછી અમે 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરી છે. આ પ્રવાસમાં અમે 'ન્યાય' શબ્દ ઉમેર્યો છે. અમે 'ન્યાય' શબ્દ ઉમેર્યો છે કારણ કે દેશમાં જે નફરત ફેલાઈ રહી છે તેનું કારણ 'અન્યાય' છે. દેશમાં બેરોજગારીના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે હાલમાં દેશમાં બેરોજગારી 40 વર્ષમાં સૌથી વધુ  વધી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અને નોટબંધી દ્વારા નાના ઉદ્યોગોને બરબાદ કરી દીધા છે.

ફરી જાતિ ગણતરીની વાત કરી

રાહુલે ફરી એકવાર ગ્વાલિયરમાં જાતિ ગણતરીના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે  કહ્યું કે દેશમાં લગભગ 50% OBC, 15% દલિત અને 8% આદિવાસી લોકો છે, એટલે કે કુલ 73% લોકો. તેમણે કહ્યું કે દેશની મોટી કંપનીઓના સંચાલનમાં તમને OBC, દલિત અને આદિવાસી વર્ગમાંથી એક પણ વ્યક્તિ નહીં મળે. જ્યારે આપણે જાતિ ગણતરીની વાત કરી ત્યારે નરેન્દ્ર મોદી કહે છે - દેશમાં માત્ર બે જ જાતિઓ છે, અમીર અને ગરીબ. તે નથી ઈચ્છતા કે   73% લોકોને ખબર પડે કે કોની કેટલી ભાગીદારી  છે.

રાહુલે કહ્યું કે દેશના 73% લોકો મોટી હોસ્પિટલો અને ખાનગી શાળાઓના સંચાલનમાં જોવા મળતા નથી, પરંતુ તેઓ મનરેગા અને કોન્ટ્રાક્ટ મજૂરોની યાદીમાં જોવા મળશે. આ લોકો મોટી હોસ્પિટલો, ખાનગી શાળાઓ અને કંપનીઓના સંચાલનમાં કેમ નથી? તેમણે કહ્યું કે પહેલા સરકારી નોકરીઓ હતી, તેથી આ 73% લોકો ભાગીદારી મેળવતા હતા, હવે બધું ખાનગી કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget