Accident:મહાશિવરાત્રીના મેળાથી પરત ફરતા રાજસ્થાની પરિવારને નડ્યો અકસ્માત, એકનું મૃત્યુ,4 ઇજાગ્રસ્ત
Accident: અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 4ને ઇજા પહોચી છે તો મુંબઇથી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો.

Accident: જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણી રાજસ્થાન પરત ફરી રહેલ કાર ડ્રાઇવરને અમદાવાદના એસજી હાઇવે પર સોલા બ્રિજ પાસે બંધ પડેલ ટ્રક નહી દેખાતા પાછળથી ટકરાતા શ્રીચંદ્ર નંતુરામ (61)નું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું. જ્યારે કારચાલક સહિત 4 જણાંને ગંભીર ઇજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. આ અંગે એસજી-1 ટ્રાફિક પોલીસે ટ્રકચાલક ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે. રાજસ્થાનમાં રહેતા મૃતકના પરિવારને ઘટનાની જાણ કરતા તેઓ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી મૃતકનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
સુરતના કીમ ચાર રસ્તા પર સર્જાયો અકસ્માત
સુરતના કીમ ચાર રસ્તા પર અકસ્માત સર્જાર્તા અહીં ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા છે. અહીં ડમ્પર પલટી જતા ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાર્યો હતો. ક્રેન વડે ડમ્પરને સાઈડ પર હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
રાજકોટના રેલનગર વિસ્તારમાં હીટ એન્ડ રન
રાજકોટના રેલનગર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની હતી. બેફામ દોડતી કારે બે બાઈક સવારને ટક્કર મારતા બંને યુવાનને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને બાઈક સવારને સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. બંનેમાંથી એક યુવકની હાલત તબીબોએ ગંભીર ગંભીર હોવાના રિપોર્ટ આપ્યાં છે. ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના કરજણ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરાના કરજણ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઇ હતી. માંગરોળથી ભરૂચ જતા એક્સપ્રેસ હાઈવે પર કાર, ટેમ્પો અને આઈસર વચ્ચે અકસ્માત સર્જ્યા હતો. અકસ્માત બાદ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ

