(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલા 4 લોકો તણાયા, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી
Rajkot News: રાજકોટ જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને અનેક જળાશયો છલકાયા છે અને અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં 4 પરપ્રાંતીય મજૂરો તણાયા છે.
Rajkot News: રાજકોટ જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને અનેક જળાશયો છલકાયા છે અને અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં 4 પરપ્રાંતીય મજૂરો તણાયા છે. જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં કામ કરતા મજૂરો ભાદર નદીમાં માછીમારી કરવા ગયા હતા. કુલ 5 પરપ્રાંતીય મજૂરોમાંથી એકનો આબાદ બચાવ થયો છે જ્યારે 4ની શોધખોળ કરવામાં આવી રહી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પ્રવાહ વધતા આ તમામ લોકો પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટનાની જાણ થતા ગોંડલ અને રાજકોટથી SDRF ટીમને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને જોતા જેતપુર મામલતદાર, ટીડીઓ, ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
વિદ્યાર્થીનું રેસ્ક્યુ
તો બીજી તરફ જેતપુર પંથકમાં ધોધમાર વરસાદને લઈને નદી નાળા વોંકળામા પાણીના પુર આવ્યા છે. પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલયનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. કેન્દ્રીય વિદ્યાલયનો પૂલ વારંવાર પાણીમાં ગરકાવ થતો હોવાથી વાહન વ્યવહાર ખોરવાય છે. પૂલ ઉપર પાણી ફરી વળતા બાળકોને સ્કૂલે લેવા જતા વાહનોને હાલાકીનો સામનો કરવો પડો છે. હાલમાં જેતપુર નવાગઢ નગરપાલિકાના,મામલતદાર ટીમ ફાયર ફાઈટર વિભાગ દ્વારા 40 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા છે. સ્કૂલની પાછળના ભાગે ડીજાસ મેન્ટ દ્વારા સીડી ગોઠવી વિદ્યાર્થીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ નવા પૂલ બનાવવામાં આવે તેવી વાલીઓની માંગ છે.
તાલાલામાં વરસાદે સર્જી તબાહી
ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદ અહી આફતરૂપ બન્યો છે. એક સાથે તાલાલામાં સાત મકાન ધરાશાયી થયા છે. તાલાલામાં વરસાદને લીધે 65 મકાનો ક્ષતિગ્રસ્ત છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા હતા. વહેલી સવારથી જ ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહયાં છે. ભારે વરસાદના પગલે સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઇ છે. સુત્રાપાડામાં ભારે નુકસાનના કરાણે ભારે તારાજી સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં લીલા દૂષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ
રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ
રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ
રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ
વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ
તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ
રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ
કોડીનારમાં નવ ઈંચ વરસાદ
રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ
રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial