શોધખોળ કરો
મોટી દૂર્ઘટનાઃ અચાનક દુકાનની છત તુટી પડતા બેથી ત્રણ લોકો દટાયા, રોડ પર મચી નાસભાગ, જુઓ વીડિયોમાં.......
છત તૂટી પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હજુ પણ બે થી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

રાજકોટમાં છત તુટી
રાજકોટ: રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ આનંદ સ્નેક પાસે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. છત તૂટી પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હજુ પણ બે થી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
દિવાળીની ખરીદીનો માહોલ વચ્ચે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિકો દ્ધારા રાહત-બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ છતની નીચે દાટાયેલા લોકોને ખેંચી ખેંચીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ અંગે હજુ માહિતી સામે આવવાની બાકી છે.
વધુ વાંચો





















