
Rajkot: પોતાની જ વાડીના કુવામાં ઝંપલાવી યુવકે કરી આત્મહત્યા, મિત્રને ફોન કરી કહ્યું,....
રાજકોટ: ગોંડલના શીવરાજગઢ ગામે યુવકે પોતાની જ વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. મિત્રને ફોન કરીને મનીષ બાબુભાઈ ગાજીપરા નામના યુવકે "હું આત્મહત્યા કરુ છુ"કહીને કૂવામાં ઝંપલાવ્યું હતું.

રાજકોટ: ગોંડલના શીવરાજગઢ ગામે યુવકે પોતાની જ વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. મિત્રને ફોન કરીને મનીષ બાબુભાઈ ગાજીપરા નામના યુવકે "હું આત્મહત્યા કરુ છુ"કહીને કૂવામાં ઝંપલાવ્યું હતું. મૃતક મનિષની ઉંમર 38 વર્ષની હતી. મૃતક યુવકે કૂવામાં ઝંપલાવ્યા પહેલા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે 95 ફૂટ ઉંડા કૂવામાંથી યુવકનો મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. હાલમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. જો કે સાચી હકિકત પોલીસ તપાસ બાદ સામે આવશે.
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ડૂબી જતા 2 વર્ષના બાળકનું મોત
રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ ભારે વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમા રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આજે એક દૂર્ઘટના ઘટતા અરેરાટી મચી જવા પામી છે. દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બાળકના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો. બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરુ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાઘનપુર બાદ હારીજમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. હારીજ,નવા કલાણા,અડિયા,કુરેજા, અસાલડી, બોરતવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. અતિશય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
